Thursday, July 30, 2026
Homeરાજ્યહાલારપતિના ઠપકાનું લાગી આવતા પત્નીએ દવા ગટગટાવી

પતિના ઠપકાનું લાગી આવતા પત્નીએ દવા ગટગટાવી

કાલાવડ તાલુકાના માખાકરોડ ગામના વાડી વિસ્તારમાં રહેતી ખેતમજૂરી કરતી મહિલાને તેણીના પતિએ મજૂરીકામ બાબતે આપેલા ઠપકાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના માખાકરોડ ગામમાં રહેતી અને ખેતમજૂરી કરતી સીમાબેન ઉર્ફે મુન્નીબેન મંગલસિંગ ઠાકરે (ઉ.વ.40) નામની મહિલાને તેણીના પતિ મંગલસિંગ દ્વારા ખેતમજૂરી કામ બાબતે ઠપકો આપતા આ ઠપકાનું મનમાં લાગી આવતા સીમાબેને મંગળવારે બપોરના સમયે માખાકરોડ ગામની સીમમાં આવેલી દિનેશભાઇની વાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ મંગલસિંગ દ્વારા જાણ કરાતા એએસઆઇ પી. પી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular