Sunday, April 27, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં પાંચમા દિવસે લોકો દ્વારા ગણપતિ વિસર્જન - VIDEO

જામનગરમાં પાંચમા દિવસે લોકો દ્વારા ગણપતિ વિસર્જન – VIDEO

- Advertisement -

 

જામનગર સહિત હાલારપંથકમાં ગણેશ મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. નાના મોટા પંડાલો તેમજ ઘરોમાં શ્રીગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગત શનિવારે શ્રીગણેશચતુર્થી એ વિઘ્નહર્તાની રંગેચંગે સ્થાપના કર્યા બાદ દોઢ દિવસે, ત્રણ દિવસે તથા પાંચ દિવસે મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું. ગઈકાલે પાંચમા દિવસે અનેક લોકોએ મૂર્તિ વિસર્જન કર્યુ હતું. પાંચ દિવસ સુધી દુંદાળા દેવની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ લોકોએ ગઈકાલે શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યુ હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ બે કૃત્રિમ કુંડ તેમજ લોકોએ પોતાના ઘરે પણ મૂર્તિનું વિસર્જન કર્યુ હતું. જામનગરની આયુર્વેદ કોલેજમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા શ્રી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ ગઈકાલે પાંચમાં દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ડીજેના તાલે રમી અબીલ ગુલાલની છોડો વચ્ચે શ્રી ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓ પણ આ વિસર્જન યાત્રામાં ગરબાના તાલે ઝુમતા જોવા મળ્યા હતાં અને ભક્તિભાવ પૂર્વક શ્રી ગણેશ વિસર્જનમાં જોડાયા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular