Wednesday, November 29, 2023
Homeરાજ્યજામનગરVideo : સેવા પખવાડિયા અંતર્ગત સાંસદ પૂનમબેન દ્વારા નિ:શુલ્ક મેગા સર્વરોગ નિદાન...

Video : સેવા પખવાડિયા અંતર્ગત સાંસદ પૂનમબેન દ્વારા નિ:શુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન પ્રાયોજિત હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આજરોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિયા કોલેજ ખાતે આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ નિ:શુલ્ક નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

- Advertisement -

જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ તેમના વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે લોકોને કોઇને કોઇ રીતે સહાયરૂપ થઈ સેવાકીય કાર્યો અવિરતપણે કરતાં આવ્યા છે. ગત વર્ષે બે દિવસ માટે જામનગર ખાતે નિ:શુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. તેજ પ્રકારે આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે સ્વ. હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન પ્રાયોજિત હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં ગોકુલનગર ખાતે આવેલ હરિયા કોલેજમાં આજે સવારે નવ થી સાંજે 6 વાગ્યા સુધી નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામાંકિત નિષ્ણાંત તબીબો દ્વારા રોગોનું નિદાન કરી જરૂરી દવાઓ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવી હતી. આ સર્વરોગ નિદાન કેમ્પમાં મેયર વિનોદભાઇ ખીમસુરીયા, કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઇ મુંગરા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ હિતેનભાઈ ભટ્ટ, અશોકભાઈ નંદા, મુકેશભાઈ દાસાણી, નિલેશભાઈ ઉદાણી, હસમુખભાઈ હિંડોચા, શહેર ભાજપા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, જિલ્લા ભાજપા મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, પૂર્વમેયર અમિબેન પરીખ, અગ્રણીઓ વિપુલભાઈ કોટક, દિનેશભાઇ મારફતિયા, નિરજભાઇ દત્તાણી, બાદલભાઈ રાજાણી સહિતના અગ્રણીઓ, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, વિવિધ મોરચાના હોદ્ેદારો, કાર્યકરો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular