Monday, October 14, 2024
Homeરાજ્યહાલારહથિયારો સાથે નીકળેલા ચાર શખ્સો ઝડપાયા

હથિયારો સાથે નીકળેલા ચાર શખ્સો ઝડપાયા

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા કાના કારૂ ગામી (ઉ.વ. 22) ને પોલીસે લાકડાના હાથવાળા કુહાડા સાથે, મીઠાપુર નજીક આવેલા વરવાળા ગામના હુસેન સાલેમામદ કેર (ઉ.વ. 37) ને પોલીસે ધોકા સાથે તેમજ મીઠાપુરમાં દેવ પરા વિસ્તારમાં રહેતા મંગલભા આસપારભા માણેક (28) ને પોલીસે છરી સાથે તથા ખંભાળિયાના ધરાર નગર વિસ્તારમાં આવેલા આશાપુરા ચોક વિસ્તારમાં રહેતા સામત ડાડુભાઈ સોઢા (ઉ.વ. 55) ને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઇ, જી.પી. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા વીરા સીદા પરમાર નામના 38 વર્ષના શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 30 હજારની કિંમતના મોટર સાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular