Friday, October 2, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ‘આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો - VIDEO

જામનગરમાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો – VIDEO

મંત્રીરીવાબા જાડેજા દ્વારા આંગણવાડી કાર્યકરોનું સન્માન અને બાળકોને પૌષ્ટિક આહારનું વિતરણ

‘વિકસિત ભારત’ તથા ‘જન સેવા અભિયાન’ અંતર્ગત શહેરની રામનગર અને સમ્રાટ અશોક આંગણવાડી ખાતે રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ‘આંગણ મિલન સેવા કાર્યક્રમ’ યોજાયો હતો.

- Advertisement -

આ પ્રસંગે મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરોને પ્રમાણપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભૂલકાંઓને ‘માતૃશક્તિ-અન્નપૂર્ણા શક્તિ’ પોષણ કિતમાંથી તૈયાર કરાયેલી પૌષ્ટિક વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ આંગણવાડી ખાતે બાળકોના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરવામાં આવેલી વિશેષ ‘વિકાસ કીટ પ્રદર્શની’નું પણ નિરીક્ષણ કરી સરાહના કરી હતી.

કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતાં શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર દેશમાંથી કુપોષણ નાબૂદ કરવા માટે મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. આંગણવાડી મારફતે ઉપલબ્ધ કરાવાતા વિવિધ પૌષ્ટિક આહારનો લાભ વાલીઓએ સ્વયં તથા પોતાના બાળકોને અચૂક અપાવવો જોઈએ. જો આપણી આસપાસ કોઈ કુપોષિત બાળક ધ્યાને આવે તો તેને પણ આંગણવાડીની આ યોજનાઓ સાથે જોડવું જોઈએ. સૌના સહિયારા પ્રયાસોથી જ આપણે ‘કુપોષણ મુક્ત ભારત’નું સ્વપ્ન સાકાર કરી શકીશું.

- Advertisement -

 

આ તકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, મહામંત્રી વિજયસિંહ જેઠવા તથા ભાવેશભાઈ કાનાણી સહિતના અગ્રણીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular