Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૩ માં ધ્વજવંદન - VIDEO

જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૩ માં ધ્વજવંદન – VIDEO

મેયર, ધારાસભ્યો, કમિશનર, ચીફ ફાયર ઓફિસર, શહેર ભાજપ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૩ માં ધ્વજવંદન : મેયર, ધારાસભ્યો, કમિશનર, ચીફ ફાયર ઓફિસર, શહેર ભાજપ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા 77 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા તથા મેરી માટી મેરા દેશ થીમ આધારિત શહેર કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ પટેલ કોલોની મોમાઈ ગરબી મંડળ ગ્રાઉન્ડ ખાતે શહેર મેયરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા દેશભક્તિની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને ગુજરાત યોગ બોર્ડના ટ્રેનરોનું સન્માન સહિતના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, 15 મી ઓગસ્ટનો દિવસ એ આપણા સૌ માટે સ્વાતંત્ર દિનની ઉજવણી મહત્વપૂર્ણ બની રહી છે સાથોસાથ આઝાદીકા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું પણ આ વર્ષે આયોજન હાથ ધરવામાં આવ્યું છે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પાછળ દેશના ઇતિહાસમાં અનેક શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે આવનારી પેઢીને મહામૂલી આઝાદીનું ગૌરવ મહત્વપૂર્ણ રીતે સમજાવવું પડશે આજના આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહીદ થયેલા વીર ભગતસિંહજી સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ રાણી લક્ષ્મીબાઈ સહિતના વીર શહીદોની સહાદતને હું સલામ કરૂં છું.વોટર વર્કસ શાખા હસ્તક રણજીત સાગર ડેમથી પંપ હાઉસ સુધી ફિલ્ટર પ્લાન્ટ ની 1000 એમ.એમ ડાયાની પાઇપલાઇનના કામો પણ હાલ પ્રગતિ હેઠળ છે તેમજ શહેરમાં નવા ભણેલા વિસ્તારો તેમજ નગર વિસ્તારોમાં પણ નળથી જળ યોજના અન્વયે 61 કરોડના વિવિધ કાર્યો પ્રગતિ હેઠળ છે.જામનગર મનપાના મેયર બીનાબેન કોઠારી ના પ્રસંગિક પ્રવચન બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકો દ્વારા વંદે માતરમ ગીત તેમજ માત ભવાની રાસ દેશ રંગીલા નન્ના મુન્ના રાહી હું ફ્યુઝન ગીત વગેરે ગીતો પર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. તમામ બાળકોને ધારાસભ્ય રિવાબા જાડેજા તથા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ ઉપસ્થિત માનવંતા મહેમાનો દ્વારા પ્રોત્સાહક પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર તેમજ શ્રેષ્ઠ ટ્રેનરોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન શુક્લ જામનગર જિલ્લા કો-ઓર્ડીનેટર હર્ષિતાબેન મહેતા જામનગર મહાનગરપાલિકાના યોગ પ્રમોટર રાજેશ્રીબેન પટેલ, યોગકોચ નીરજ શુક્લા તેજલ વડનગર યોગ ટ્રેનર વિશાખાબેન શુક્લા, પુષ્પાબેન આહીર, નીતાબેન ડાંગરિયા, અંજુબેન દુલાણીનું સ્વાતંત્ર પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સન્માન પત્ર અને સાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષકોનું પણ સન્માન કરાયું હતું જેમાં ડાભી પ્રીતિબેન,પરમાર નયનાબેન, જાડેજા સ્મિતાબા, મકવાણા ઉર્વીબેન, શીતલબેન ચાવડા, સવિતાબેન શેઠ, વૈશાલીબેન સોલંકી ચંદ્રકાંતભાઈનું પણ સાલ ઓઢાડી સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, કમિશનર ડી એન મોદી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, દંડક કેતનભાઇ ગોસરાણી, સાંસ્કૃતિક સમિતિના ચેર પર્સન હર્ષાબા જાડેજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા, શાસન અધિકારી ફાલ્ગુનીબેન પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ તથા આ વિસ્તારના કોર્પોરેટર સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, પન્નાબેન કટારીયા, નિલેશભાઈ કગથરા જયેન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઈ માતંગ, પરાગભાઈ પટેલ, જયરાજસિંહ જાડેજા, અલકાબા જાડેજા, ક્રિષ્નાબેન સોઢા, આશાબેન રાઠોડ, સરોજબેન વિરાણી, ડિમ્પલબેન રાવલ, હર્ષાબા જાડેજા, અમિતાબેન બંધીયા, શોભનાબેન પઠાણ, ધીરેનભાઈ મોનાણી, આશિષભાઈ જોશી સહિતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો બાળકો જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો સંચાલન ઉદ્ભઘોષક બિમલભાઈ ઓઝા એ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular