જામનગરમાં શહેરીજનોએ દિવાળીના પર્વમાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. તો બીજી તરફ દિવાળીના તહેવારમાં શહેરમાં 30થી વધુ સ્થળોએ આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા. જેને પરિણામે ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું. સદનસીબે કોઇ ગંભીર દુર્ઘટના કે જાનહાનિ થઇ ન હતી. જેથી તંત્રએ રાહત અનુભવી હતી. જામનગર શહેરની મધયમાં આવેલ સુભાષ શાકમાર્કેટમાં પણ આગ લાગતા બળીને ખાખ થઇ ગઇ હતી.
જામનગર શહેરમાં દિવાળીના દિવસે ખોડિયાર કોલોની, કાલાવડ નાકા બહાર, નવાગામ ઘેડ સહિત શહેરના જુદા-જુદા 33 જેટલા વિસ્તારોમાં આગ લાગવાની ઘટના સજાઇ હતી. બે દિવસ દરમ્યાન શહેરમાં 40થી વધુ સ્થળોએ આગ લાગી હતી. મોટાભાગે ફટાકડાને કારણે કચરાના ઢગલાઓમાં આગ લાગી હતી. શહેરની મધ્યમાં આવેલા શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી શાકમાર્કેટમાં પણ આગ લાગી હતી. આગને પરિણામે શાકમાર્કેટમાં રહેલ લાકડાની કેબીનો સહિતનો જથ્થો પળવાળમાં આગની ઝપેટમાં આવી જતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. શહેરમાં જુદા-જુદા સ્થળ પર લાગેલી આગને કાબુમાં લેવા માટે જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ સતત દોડતી રહી હતી. અને અંદાજિત 70 હજાર લીટરથી વધુ પાણીનો મારો ચલાવી વિવિધ આગોને કાબુમાં લેવામાં આવી હતી.