Friday, June 13, 2025
Homeરાજ્યજામનગરજામનગર-અમદાવાદ ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેન લંબાવાઇ

જામનગર-અમદાવાદ ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેન લંબાવાઇ

સુરતમાં ઉધના સુધી જશે ટ્રેન

જામનગરથી અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એકસપ્રેસ ટ્રેનને સુરતના ઉધના સુધી લંબાવવાનો રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેને પરિણામે સુરત જતા મુસાફરોને ફાયદો થશે.

- Advertisement -

24 સપ્ટેમ્બરના રોજ જામનગરથી અમદાવાદ (22925/26) વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરાઈ હતી. જોકે હવે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેનનો રૂટ સુરતના ઉધના સુધી લંબાવાયો છે. તેથી હવે જામનગરથી સુરત જતા મુસાફરો માટે સુવિધાજનક સાબિત થશે.

જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર સ્ટોપેજ છે. આ ટ્રેનમાં અઈ ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ત્યારે હવે આ ટ્રેનને વધુ એક સ્ટોપેજ અપાયું છે. એટલે કે હવે આ વંદે ભારત ટ્રેન જામનગરથી સુરતના ઉધના સુધી દોડશે. આ નિર્ણયથી જામનગર અને સુરતવાસીઓની સુવિધામાં વધારો થયો છે.

- Advertisement -

જામનગરની આ ટ્રેન સવારે 5-45 કલાકે ઉપડી બપોરે 1-10 વાગ્યે ઉધના પહોંચશે. તેમજ બપોરે 3-1પ વાગ્યે ઉધનાથી ઉપડી રાત્રે 10-35 વાગ્યે જામનગર પહોંચશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular