Monday, April 27, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં રહેણાંક મકાનમાં આગ, પ્રૌઢનો મૃતદેહ સાંપડયો - VIDEO

જામનગરમાં રહેણાંક મકાનમાં આગ, પ્રૌઢનો મૃતદેહ સાંપડયો – VIDEO

જામનગર શહેરના પંચવટી સોસાયટીમાં આવેલા જૂના જાસોલિયા એપાર્ટમેન્ટના ફલેટમાં આગ લાગતા ફાયર ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ તે પહેલાં ફલેટમાં રહેતાં પ્રૌઢનું દાઝી જવાથી મોત નિપજયું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા જૂના જાસોલિયા એપાર્ટમેન્ટમાં બીજા માળે આજે વહેલી સવારના પોણા પાંચ વાગ્યાના અરસામાં એક ફલેટમાં આગ લાગી હોવાની જાણ થતાં જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઇ હતી. ફલેટમાં પાણી બે ફાયર ટેન્કર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ અન્ય મકાનોમાં ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવી હતી. જો કે, આગ લાગેલા ફલેટમાં ફાયરની ટીમ દ્વારા ફલેટમાં રહેલા ગોવર્ધનભાઇ (ઉ.વ.55) નામના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી. જો કે, જૂનવાણી અને જર્જરિત એવા આ એપાર્ટમેન્ટમાં બીજા માળે આવેલા ફલેટમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular