Wednesday, March 22, 2023
Homeરાજ્યજામનગરબેડેશ્વરમાં પ્રોવિઝન સ્ટોર્સમાં શોર્ટ સર્કિટથી આગ

બેડેશ્વરમાં પ્રોવિઝન સ્ટોર્સમાં શોર્ટ સર્કિટથી આગ

- Advertisement -

જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા પ્રોવિઝન સ્ટોર્સમાં મધ્યરાત્રિના સમયે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.પરંતુ આશરે ચાર લાખ જેટલું નુકસાન થયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા સદગુરૂ પ્રોવિઝન સ્ટોર્સ નામની અનાજ-કરિયાણાની દુકાનમાં શુક્રવારે રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં એકાએક શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. આગની જાણ કરાતા જામનગર ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બે ફાયરફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જો કે, ફાયરના જવાનો આગને કાબુમાં લ્યે તે પહેલાં આગના કારણે દુકાનમાં રહેલ ચાર લાખ જેટલો સામાન સળગીને ખાક થઈ ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular