Tuesday, March 19, 2024
Homeખબર સ્પેશીયલજાણો કોણ હતા સેન્ટા ક્લોઝ, શા માટે બાળકોને ગીફ્ટ આપતા ?

જાણો કોણ હતા સેન્ટા ક્લોઝ, શા માટે બાળકોને ગીફ્ટ આપતા ?

ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરવા પાછળનું પણ આ કારણ છે

- Advertisement -

ખ્રિસ્તી ધર્મના લોકોનો સૌથી મોટો તહેવાર ક્રિસમસ (નાતાલ) એટલે કે પ્રભુ ઈશુનો જન્મદિવસ વિશ્વભરમાં ધામધૂમથી ઊજવાય છે. નાતાલના પ્રતીક બની ગયેલા સાંતા ક્લોઝનું પણ એક મહત્ત્વ છે. બાળકોને સાંતા સૌથી વધુ પ્રિય છે. ખરેખર સાંતા ક્લોઝ કોણ હતા અને શા માટે બાળકોને ગીફ્ટ આપતા હતા તે વિષે જાણો

- Advertisement -

પ્રભુ ઈશુના જન્મદિવસના 280 વર્ષ પછી તુર્કિસ્તાનના માયના નામના શહેરમાં જન્મેલા સંત નિકોલસ જ સેન્ટા ક્લોઝ છે. તેમને બાળકોથી ઘણો પ્રેમ હતો. ક્રિસમસ ક્રાઇટ્સ અને માસ, બે શબ્દોને મળીને બનાવાયો છે. તેમાં ક્રિસનો અર્થ જિસસ ક્રાઇસ્ટ અને માસનો અર્થ પ્રાર્થના કરતું ગ્રૂપ છે. ખ્રિસ્તી સંત નિકોલસ કોઈ ગરીબ વ્યક્તિને આર્થિક તંગીને કારણે ક્રિસમસ ઊજવવાથી વંચિત જોઈ શકતા નહોતા. આથી તેઓ લાલ કપડાં પહેરીને, દાઢીમાં ચહેરો છુપાવીને ગરીબો માટે ખાવાની વસ્તુઓ અને ગિફ્ટ વહેંચતા હતા. સાંતાની સવારી તેમનું ફેવરિટ 80 વર્ષીય બારાસિંઘા (એક જાતનું હરણ) હતું. તેના પર બેસીને સાંતા ગિફ્ટ વહેંચવા માટે નીકળતા હતા.ત્યારથી સાંતા ક્લોઝનું રૂપ સામે આવ્યું.લાલ રંગ જિસસ ક્રાઇસ્ટના રક્તનું પ્રતીક છે. જિસસ દરેક ખ્રિસ્તીને પોતાનું સંતાન માને છે અને કોઈ શરત વિના પ્રેમ કરે છે.

ક્રિસમસ ટ્રી શણગારવાની શરૂઆત જર્મનીથી થઈ હતી. એવું માનવામાં આવે છે કે, માર્ટિન લૂથરની નજર બરફથી ઢંકાઈ ગયેલા વૃક્ષ અને છોડ પર પડી, જે ખૂબ સુંદર લાગી રહ્યાં હતાં. તેઓ કેટલાક છોડ ઘરે લાવ્યા હતા અને તેને કેન્ડલ્સથી શણગાર્યા.ત્યારથી બધા ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરે છે.

- Advertisement -

એવું કહેવામાં આવે છે કે વર્ષો પછી સેન્ટા ક્લોઝે હોલી મેકબ્રાઈડ નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. તે પણ સેન્ટાની જેમ ફેમસ હતા. 14 ફેબ્રુઆરી, 1815ના રોજ સેન્ટા ક્લોઝ અને હોલી મેકબ્રાઈડના લગ્ન થયા હતા. એવું કહેવાય છે કે, એક ગરીબ વ્યક્તિને ત્રણ પુત્રીઓ હતી, જેમના લગ્ન માટે તેની પાસે પૈસા નહોતા. સાંતાએ આ ત્રણ પુત્રીઓના સોક્સમાં સોનાના સિક્કા ભરી દીધા, ત્યારથી બાળકો 24 ડિસેમ્બરે રાતે પોતાની પાસે સોક્સ રાખીને સૂવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular