Tuesday, March 21, 2023
Homeરાષ્ટ્રીયફેબ્રુઆરીનું જીએસટી કલેકશન દોઢ લાખ કરોડ

ફેબ્રુઆરીનું જીએસટી કલેકશન દોઢ લાખ કરોડ

- Advertisement -

ભારતીય વેપાર ઉદ્યોગ જગતમાં ધમધમાટ ચાલુ જ રહ્યો હોય તેમ ફેબ્રુઆરીની જીએસટી વસુલાત 1.50 લાખ કરોડ નોંધાઇ હોવાનું નાણામંત્રાલય જાહેર કર્યુ છે. જાન્યુઆરીમાં રૂા. 1.58 લાખ કરોડ કરતા વસુલાતમાં સામાન્ય ઘટાડો હોવા છતાં ફેબ્રુઆરી 2022ની સરખામણીએ તેમાં 12 ટકાનો વધારો છે.

- Advertisement -

નાણાં મંત્રાલયના સુત્રોએ કહ્યું કે, સળંગ બારમા મહિને જીએસટી વસુલાત 1.4 લાખ કરોડથી અધિક થઇ છે. ફેબ્રુઆરી મહિના દરમ્યાન સેન્ટ્રલ જીએસટી વસુલાત 27662 કરોડ, સ્ટેટ જીએસટી વસુલાત 34915 કરોડ, આઇજીએસટી 75069 કરોડ અને સેસ પેટે 11931 કરોડની વસુલાત થઇ હતી. ફેબ્રુઆરી મહિનામાં સેસની અત્યાર સુધીની સૌથી મોટી વસુલાત થઇ છે. નાણામંત્રાલયે એમ પણ કહ્યું કે ફેબ્રુઆરી 28 દિવસનો જ મહિનો રહેતો હોવાથી સરેરાશ વસુલાત થોડી ઓછી જ હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular