Tuesday, November 12, 2024
Homeરાજ્યગુજરાત51થી વધુ મુસાફરોના ગૃપ બુકીંગ પર એસ.ટી.વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા મળશે

51થી વધુ મુસાફરોના ગૃપ બુકીંગ પર એસ.ટી.વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા મળશે

- Advertisement -

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મુસાફરોને પોતાના વતન જવા આવવા માટે તા.26.10.2024થી તા.10.11.2024 સુધી જામનગર એસ.ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરેલ છે. આ સમયગાળા દરમિયાન એસ.ટી. વિભાગ જામનગર હેઠળના જામનગર, ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા તથા દ્વારકા ડેપો ખાતે મુસાફરો એક્સ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે. તેમજ એક જ ગ્રુપના 51 થી વધુ મુસાફરો ગૃપ બુકિંગ કરાવશે તો તેઓને એક્સ્ટ્રા બસની સુવિધા એસ.ટી નિગમ દ્વારા પુરી પાડવામાં આવશે. જેથી ઉપરોક્ત દિવાળીના તહેવારો દરમ્યાન મુસાફરોને એસ.ટી બસોનો વધુમાં વધુ લાભ લેવા વિભાગીય નિયામક જામનગર દ્વારા અનુરોધ કરાયો છે.
આ માટે દ્વારકા-જામનગર રૂટ પર ભાડુ રૂ.184, દ્વારકા-રાજકોટ માટે 249, દ્વારકા-પોરબંદર માટે 157, દ્વારકા-સોમનાથ માટે 263, દ્વારકા-જુનાગઢ માટે 238, જામનગર-દાહોદ માટે 395, જામનગર-સંજેલી માટે 382, જામનગર-જુનાગઢ માટે 190, જામનગર- ઝાલોદ માટે 388, ધ્રોલ-દાહોદ માટે 375, ધ્રોલ-મંડોર માટે 400, જામનગર-છોટાઉદેપુર માટે 388, ખંભાળિયા- દાહોદ માટે 425 તથા જામજોધપુર- દાહોદ આવવા જવા માટે રૂ.445 ભાડુ નિર્ધારિત કરવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular