Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં ત્રણ જુગાર દરોડામાં આઠ શખ્સ ઝબ્બે

જામનગર જિલ્લામાં ત્રણ જુગાર દરોડામાં આઠ શખ્સ ઝબ્બે

દરેડમાં તિનપત્તી રમતા પાંચ શખ્સ ઝડપાયા : 10460ની રોકડ અને ગંજીપના કબજે : કિશાનચોકમાંથી બે વર્લીબાજ ઝબ્બે : 2700ની રોકડ કબજે : દિ.પ્લોટમાંથી વર્લીબાજ ઝડપાયો

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં સ્ટ્રીટલાઇટના અઝવાળે તિનપત્તીનો જુગાર રમતાં પાંચ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા. 10460ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરના કિશાનચોક વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતાં બે શખ્સોને રૂા. 2700ની રોકડ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના દિગ્વિજ્ય પ્લોટ 58 વિસ્તારમાંથી પોલીસે વર્લીના આકડા લખતા શખ્સને રૂા. 2520ની રોકડ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના દરેડ ગામમાં સ્ટ્રીટલાઇટના અઝવાળે જાહેરમાં તિનપત્તીનો જુગાર રમાતા સ્થળે પંચ-બી પોલીસે રેઇડ દરમિયાન લોકેન્દ્રસિંહ જગરામસિંહ મોર, રણજીતકુમાર રામકિશોર ઉમરીયા, નિરજકુમાર લાલસિંહ પલીયા, મહતાપ્રસાદ ગોતિરામ ગુબરીયા, જગમોહન મહેરબાન સેતોલીયા નામના પાંચ શખ્સોને રૂા. 10460ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ તેમના વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર શહેરના કિશાનચોક વિસ્તારમાં મકરાણી કબ્રસ્તાન પાસેના રોડ પર જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જુગાર રમાડતાં સ્થળે સીટી-એ ડિવિઝન પોલીસ સાથે રેઇડ દરમિયાન હુશેન ઉર્ફે હુસી જમાલ શેખ અને ઇકબાલ સુલેમાન કુરેશી નામના બે શખ્સોને રૂા. 2700ની રોકડ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગર શહેરમાં દિગ્વિજ્ય પ્લોટ-58 વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આકડા લખી પૈસાની હારજીત કરતાં પ્રવિણ કાનજી ચાંગરા નામના વૃધ્ધ શખ્સને પોલીસે ઝડપી લઇ તેની પાસેથી રૂા. 2520ની રોકડ અને વર્લીની સ્લીપ કબજે કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular