Friday, February 14, 2025
Homeરાજ્યજામનગરજોડિયા ગામમાં ઈકો ચલાવવા બાબતે બે યુવાનો ઉપર આઠ શખ્સોનો હુમલો

જોડિયા ગામમાં ઈકો ચલાવવા બાબતે બે યુવાનો ઉપર આઠ શખ્સોનો હુમલો

બે દિવસ પહેલાં થયેલી માથાકૂટનો ખાર : આઠ શખ્સો દ્વારા ધારીયા-પાઈપ અને લાકડી વડે હુમલો : ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

- Advertisement -

જોડિયા ગામમાં બસ સ્ટેન્ડ નજીક બે દિવસ પહેલાં ઈકો ગાડી ચલાવવાની બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી આઠ શખ્સોએ યુવાન ઉપર ધારીયા, લોખંડના પાઈપ, લાકડી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જોડિયા ગામમાં મોટોવાસ વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા જૂનસભાઈ સાથે સકીલ ઈસા સાયચા નામના શખ્સને બે દિવસ પહેલાં ઈકો ગાડી ચલાવવાની બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી મંગળવારે રાત્રિના સમયે હુશેન ઈસા સાયચા, સકીલ ઈસા સાયચા, અયુબ કરીમ સાયચા, કાસમ કરીમ સાયચા, હર્ષદ અયુબ સાયચા, ફારુક કરીમ સાયચા, સેજાદ કાસમ સાયચા અને આબીદ કરીમ સાયચા નામના આઠ શખ્સોએ એકસંપ કરી જનુસભાઇ તથા તેનો ભાઈ ઘર પાસે ઉભા હતાં તે દરમિયાન બોલાચાલી કરી ઝઘડો કરતા હતાં ત્યારે ઈશાકભાઈએ સમજાવવા જતા ઉશ્કેરાયેલા શખ્સોએ જુનુસભાઈને જેમફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. અને ત્યારબાદ ધારીયા, લોખંડનો પાઈપ, લાકડી વડે આડેધડ માર મારી હુમલો કર્યો હતો. ઈશાકભાઈ જુનુસભાઈને છોડાવવા જતાં તેની સાથે પણ બોલાચાલી કરી ધારીયા અને પાઈપ વડે હુમલો કર્યો હતો.

ઈકો ચલાવવા બાબતે આઠ શખસો દ્વારા કરાયેલા હુમલામાં જુનસભાઈ અને ઈશાકભાઈને ઈજા પહોંચતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો કે.કે. જાટીયા તથા સ્ટાફે જુનુસ તથા ઈશાકભાઈના નિવેદનના આધારે આઠ શખ્સો વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular