Saturday, January 18, 2025
Homeરાજ્યજામનગરજામનગરના મહિલાનો એસિડ પી આપઘાત

જામનગરના મહિલાનો એસિડ પી આપઘાત

પાંચ દિવસ પૂર્વે અગમ્ય કારણોસર એસિડ પીધું : જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

- Advertisement -

જામનગર શહેરના હર્ષદમિલની ચાલી પાસેના નિલકંઠનગરમાં રહેતા મહિલાએ કોઇ અગમ્ય કારણોસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન જી.જી.હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હર્ષદમિલની ચાલી પાસે આવેલા નિલકંઠનગર શેરી નં.5માં રહેતા મિનાક્ષીબેન ભગવાનદાસ ચૌહાણ (ઉ.વ.50) નામના મહિલાએ ગત તા.6ના રોજ તેણીના ઘરે કોઇ અગમ્ય કારણોસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની વિજયસિંહ ચૌહાણ દ્વારા જાણ કરાતા એએસઆઇ એચ.જે.પરિયાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular