જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ યુર્નિવસીટીમાં તાજેતરમાં થયેલ પેપર લીક કૌભાંડ બાદ યુર્નિવસીટીના નવા કુલપતિ તરીકે આયુર્વેદ શિક્ષણવિદ ડો. માનસી દેશપાંડેની નિમણુંક કરવામાં આવી છે. આગામી દિવસોમાં તેઓ વિધીવત રીતે ચાર્જ સંભાળશે.
જામનગરની વિશ્વ પ્રસિઘ્ધ ગુજરાત આયુર્વે યુર્નિવસીટીના કુલપતિ તરીકે જાણીતા આયુર્વેદ શિક્ષણવિદ ડો. માનસી દેશપાંડેની રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નિયુકતી કરવામાં આવી છે. તેઓએ જામનગરમાં જ આયુર્વેદનું કોલેજ કક્ષાનું શિક્ષણ ગુલાબકુવરબા આયુર્વેદ મહાવિદ્યાલયમાંથી મેળવ્યા બાદ તેમણે દ્રવ્યગોણ વિષયમાં એમડી (આયુર્વેદ)ની ડીગ્રી પણ જામનગરની આઇ.પી.જી.ટી. એન્ડ આર ગુજરાત આયુર્વેદ યુર્નિવસીટીમાંથી મેળવી હતી. શિક્ષણ, સંશોધન અને શૈક્ષણિક ક્ષેત્રે ત્રણ દાયકાથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડો. માનસી લાંબા સમયથી ભારતીય વિદ્યાપીઠ કોલેજ ઓફ આયુર્વેદ સાથે સંકળાયેલા છે જ્યાં તેઓએ પ્રોફેસર, દ્રવ્યગોણ વિજ્ઞાન વિભાગના વડા અને વાઇસ પ્રિન્સીપાલ તરીકેની જવાબદારી સંભાળી છે.
તેમની આ નિમણુંકને લઇ તાજેતરમાં થયેલ કથીત પેપર લીક કાંડને કારણે હાલના વાઇસ ચાન્સલેસરની ખુરશી ગઇ હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે. ત્યારે અનેક તર્કવિર્તકો જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં તેઓ ચાર્જ સંભાળશે.


