જામનગરની એમ. પી. શાહ ગવર્મેન્ટ મેડીકલ કોલેજમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા તરીકે સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યાં હતાં.
જામનગરમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત જામનગરની એમ. પી. શાહ મેડીકલ કોલેજમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત મુખ્ય મહેમાન અને વક્તા તથા હાલારના સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 26મી નવેમ્બરે સંવિધાન ગૌરવ દિવસ ઉજવવા આહવાન કર્યું છે. આ ઉજવણીના માધ્યમથી દેશના યુવાનોને સંવિધાનની ફરજ, તેમનું દાયિત્ત્વ અને સંવિધાનની બાબતો અંગે જાણકારી મળે તે માટે આયોજનો કરવામાં આવે છે. આ અંગે એમ. પી. શાહ મેડીકલ કોલેજ ખાતે ઉપસ્થિત યુવા તબીબોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
View this post on Instagram
આ તકે સાંસદ પૂનમબેન માડમ, એમ. પી. શાહ મેડીકલ કોલેજના ડીન ડો. વિજય પોપટ, જી. જી. હોસ્પિટલના મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. કેતન મહેતા, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદ ભંડેરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


