Thursday, March 28, 2024
Homeરાજ્યહાલારદ્વારકા દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવામાં જિલ્લા પોલીસ તંત્ર

દ્વારકા દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવામાં જિલ્લા પોલીસ તંત્ર

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ફૂલડોલ ઉત્સવ ઉજવવા દ્વારકા જતા પદયાત્રીઓ માટે ખાસ સેવા, સુવિધા પ્રાપ્ય કરવામાં આવી છે. જેમાં ખંભાળિયા નજીકના હાઈ-વેથી દ્વારકા સુધી પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisement -

જે અંતર્ગત ખંભાળિયા નજીકના જામનગર હાઈ-વે પર આવેલા આરાધના ખાતે પોલીસ તંત્ર દ્વારા પદયાત્રીઓ માટે વિશિષ્ટ સુવિધા સાથેનો કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે. અહીં પદયાત્રીઓ માટે સવારના સમયે ચા-નાસ્તો, બપોરે તેમજ સાંજના સમયે ભોજન તેમજ દિવસ દરમિયાન ચા-પાણી અને શરબતની સેવાઓ આપવામાં આવશે. એટલું જ નહીં, પદયાત્રીઓ માટે રાત્રી રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે માટે ગાદલા, ચાદર ઓશીકા વિગેરેની સગવડ પણ રાખવામાં આવી છે.

પોલીસ તંત્ર દ્વારા દ્વારા ચાલીને જતા પદયાત્રીઓની સાથે રાત્રિના સમયે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે આ પદયાત્રીઓની પીઠ પર રેડિયમ પટ્ટી પણ લગાવવામાં આવે છે. વયોવૃદ્ધ અને મોટી ઉંમરના પદયાત્રીઓ કે જે લાંબા અંતરથી ચાલીને આવતા હોય તેઓને આરામ મળી રહે તે હેતુથી વાઇબ્રેટર મસાજ મશીનની સગવડતા પણ પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, એમ.એમ. પરમાર, સમીર સારડા તેમજ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, પી.સી. સિંગરખીયા, યુ.બી. અખેડ સાથે સ્થાનિક પોલીસ અને એલ.સી.બી., એસ.ઓ.જી. સહિતનો સ્ટાફ સેવા માટે કાર્યરત બન્યો છે. પોલીસની આ સેવા-સુવિધા પદયાત્રીઓમાં આવકારદાયક બની રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular