Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

જામનગર શહેરમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 ના છેડે વોચમાં રહેલી એલસીબીની ટીમે પસાર થતી અલ્ટો કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.36800 ની કિંમતની 92 બોટલ દારૂ મળી આવતા પોલીસે બે શખ્સોને રૂા.2.36 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા બે સપ્લાયરોની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 ના છેડેે કારમાં દારૂ સાથે શખ્સો પસાર થવાની યશપાલસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, દોલતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબની જીજે-02-ડીપી-3802 નંબરની અલ્ટો કાર પસાર થતા એલસીબીની ટીમે કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.36800 ની કિંમતની 92 બોટલ દારૂ મળી આવતા પોલીસે બે લાખની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.2,36,800 ના મુદ્દામાલ સાથે જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા અને વનરાજસિંહ ઉર્ફે મુનો શિવુભા વાઢેર નામના બે શખ્સોને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો પ્રણવદિપસિંહ ચંદ્રસિંહ વાઘેલા અને અજયસિંહ લખધીરસિંહ પરમાર દ્વારા સપ્લાય કર્યો હોવાની કેફીયત આપતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં અન્નપૂર્ણા ચોકડી નજીકથી પસાર થતા શખ્સને પીએસઆઇ વી.આર. ગામેતી તથા સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2000 ની કિંમતની દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે વિજય ખેંગાર ચાવડા નામના શખ્સની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular