જામનગરમાં ભાજપા દ્વારા કોંગે્રસ વિરોધી ધરણાં કરવામાં આવ્યા હતાં. કોેંગે્રસ અનામત વિરોધી સહિતના સૂત્રોચ્ચાર સાથે લાલ બંગલા ખાતે સાંસદ, ધારાસભ્યો, શહેર જિલ્લા પ્રમુખો, મેયર, પૂર્વ મંત્રી તથા કાર્યકરો દ્વારા આ ધરણાં પ્રદર્શન કરાયું હતું.
રાહુલ ગાંધી દ્વારા અનામત અંગે વિદેશમાં કરાયેલા નિવેદનને લઇ જામનગર ભાજપા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી દ્વારા વિદેશ પ્રવાસ દરમિયાન અનામત અંગે વિવાદિત નિવેદન કર્યુ હોવાના આક્ષેપ સાથે જામનગર ભાજપા દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ ખાતે ધરણાં કરવામાં આવ્યા હતાં અને કોંગે્રસ અનામત વિરોધી હોવાના સુત્રોચ્ચારો પણ કર્યા હતાં. હાલારના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઈ નાખવા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જીલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, જિલ્લા ભાજપા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, કોર્પોરેટરો પાર્થભાઈ જેઠવા, અરવિંદભાઈ સભાયા, ગોપાલભાઈ સોરઠીયા, આશાબેન રાઠોડ, તૃપ્તિબેન ખેતિયા, પાર્થભાઈ જેઠવા, ધિરેનભાઈ મોનાણી, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના હોદેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં આ ધરણાંમાં જોડાયા હતાં.