Tuesday, December 3, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસતંત્રમાં બદલીનો દૌર: વઘુ 14 પોલીસકર્મીઓની આંતરિક બદલી

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસતંત્રમાં બદલીનો દૌર: વઘુ 14 પોલીસકર્મીઓની આંતરિક બદલી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા આઠ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બે દિવસ પૂર્વે થયેલી આંતરિક બદલી બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના જુદા-જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા વધુ ચૌદ પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર કર્યા છે.    દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા કરવામાં આવેલા સામૂહિક બદલીના ઓર્ડરમાં કલ્યાણપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિંઝાભાઈ ઓડેદરાને વાડીનાર, નગાભાઈ લુણાને સલાયા મરીન પોલીસ મથક અને આલાભાઈ ભાચકનને મીઠાપુર ખાતે તથા એસ.ઓ.જી. ના ચાર પોલીસ કર્મચારીઓ સુરેશભાઈ ગઢવીને ઓખા મરીન, રોહિતભાઈ થાનકીને ખંભાળિયા, રાકેશભાઈ સિદ્ધપુરાને મીઠાપુર અને અરશીભાઈ માડમને મીઠાપુર બદલવામાં આવ્યા છે.

- Advertisement -

આ ઉપરાંત ભાણવડના એલ.આર. જયેશભાઈ ભાટુને ઓખા મરીન, કલ્યાણપુરના હેડ કોન્સ્ટેબલ રાજાભાઈ શાખરાને પોલીસ હેડ ક્વાર્ટર, ખંભાળિયાના હેડ કોન્સ્ટેબલ પીઠાભાઇ રાજપરાને જિલ્લા ટ્રાફિક શાખા, કલ્યાણપુરના હેડ કોન્સ્ટેબલ ચિરાગસિંહ જાડેજાને ભાણવડ, મીઠાપુરના એ.એસ.આઈ. ભરતભાઈ અગ્રાવતને દ્વારકા, કરણાભાઈ ગોજીયાને કલ્યાણપુર, અહીંના પોલીસ હેડકવાર્ટરના હેડ કોન્સ્ટેબલ સાજણભાઈ આંબલીયાને એમ.ટી. શાખામાં મુકવાનો ઓર્ડર થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular