Wednesday, June 19, 2024
Homeઆંતરરાષ્ટ્રીયનેપાળમાં વિનાશક ભૂકંપ, 154ના મોત

નેપાળમાં વિનાશક ભૂકંપ, 154ના મોત

- Advertisement -

નેપાળમાં ગઈકાલે મોડી રાત્રે ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 154 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે, 6.4ની તીવ્રતાના ભૂકંપમાં ઘણી ઈમારતો ધરાશાયી થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

- Advertisement -

નેપાળમાં ગઈકાલે 6.4ની તીવ્રતાના ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. આ ભૂકંપ આશરે 11.54 કલાકે આવ્યો હતો, જેમા અનેક મકાનો ધરાશાયી થયા હતા. દિલ્હી-એનસીઆરમાં પણ મોડી રાત્રે ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત યૂપી-બિહારમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બાદ લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. નેપાળ સરકારના જણાવ્યા અનુસાર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સરકારના પ્રવક્તા અનુસાર નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ આજે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા જશે.નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ માપન કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જાજરકોટમાં ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું. ભૂકંપની અસર ભારત અને ચીનમાં પણ જોવા મળી હતી. ભારતમાં ભૂકંપના આંચકા 40 સેક્ધડ સુધી અનુભવાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular