Tuesday, October 8, 2024
Homeરાષ્ટ્રીયપ્રતિબંધ છતાં 20 કંપનીઓએ ચૂંટણી બોન્ડ ખરીદ્યા

પ્રતિબંધ છતાં 20 કંપનીઓએ ચૂંટણી બોન્ડ ખરીદ્યા

- Advertisement -

ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને અપાતા દાનના વિશ્લેષણમાંથી દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એવી માહિતી સામે આવી છે કે પ્રતિબંધ હોવા છતાં, લગભગ 20 કંપનીઓએ તેમની રચનાના ત્રણ વર્ષમાં લગભગ 100 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતા. તે પણ એવા સમયે જ્યારે દેશ રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને અર્થવ્યવસ્થા ધીમી પડી રહી હતી. અહેવાલ મુજબ, આ 20 કંપનીઓમાંથી પાંચે અસ્તિત્વમાં આવ્યાના એક વર્ષમાં, સાત એક વર્ષ પછી અને અન્ય આઠ કંપનીઓએ માત્ર બે વર્ષ પૂરા કર્યા પછી ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા.

- Advertisement -

ચાર દાયકા જૂના નિયમ અનુસાર, કંપનીની રચનાના ત્રણ વર્ષમાં રાજકીય દાન આપવા પર પ્રતિબંધ છે. 1985 માં, સંસદે કલમ 293એ માં સુધારો કર્યો, અમુક શરતોને આધીન કંપનીઓ દ્વારા રાજકીય દાન પરનો પ્રતિબંધ દૂર કર્યો. એક શરત એવી હતી કે કંપનીઓ સરકારની માલિકીની ન હોવી જોઈએ અને ત્રણ વર્ષથી ઓછી જૂની ન હોવી જોઈએ. કંપની એક્ટ, 2013ની કલમ 182 હેઠળ આ કલમ યથાવત રાખવામાં આવી હતી.

જ્યારે ફાઇનાન્સ એક્ટ, 2017 ની કલમ 154 દ્વારા કલમ 182 માં સુધારો કરવામાં આવ્યો હતો, ત્યારે આ કલમ ફરીથી ચૂંટણી બોન્ડની રજૂઆત પહેલાં જ જાળવી રાખવામાં આવી હતી. જો કે, સુધારાએ અગાઉની જોગવાઈને દૂર કરી છે જેના દ્વારા કંપની દ્વારા દાનમાં આપવામાં આવેલી રકમ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો દરમિયાન તેના સરેરાશ ચોખ્ખા નફાના 7.5્રુ પર મર્યાદિત હતી. રાજકીય પક્ષોને કંપનીઓ દ્વારા દાન આપવા પર પ્રતિબંધ પ્રથમ ત્રણ વર્ષ સુધી ચાલુ રહ્યો.

- Advertisement -

જ્યારે ચોખ્ખા નફાના 7.5 ટકાની જોગવાઈ દૂર કરવામાં આવી હતી, ત્યારે ચૂંટણી પંચે ચેતવણી આપી હતી કે તે શેલ કંપનીઓ દ્વારા કાળા નાણાંનો ઉપયોગ કરી શકે છે.

તાજેતરમાં એવું નોંધવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 55 કંપનીઓએ 2022-24 વચ્ચે રાજકીય પક્ષોને તેમના ચોખ્ખા નફાના 7.5 ટકાની મહત્તમ મર્યાદા કરતાં વધુ દાન આપ્યું છે. આમાંથી 2023-24માં પાંચ અને 2022-23માં આઠ એવી કંપનીઓ છે જેનો ચોખ્ખો નફો શૂન્ય હતો અથવા તેઓ ખોટમાં હતા, તેમ છતાં તેમણે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને જંગી દાન આપ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular