Saturday, January 29, 2022
Homeરાજ્યજામનગરએલસીબી દ્વારા દેશી દારૂના દરોડા, મેઘપરના ત્રણ પોલીસકર્મીની બદલી

એલસીબી દ્વારા દેશી દારૂના દરોડા, મેઘપરના ત્રણ પોલીસકર્મીની બદલી

- Advertisement -

જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનના એક હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસ કર્મીની તાત્કાલિક હેડકવાર્ટર ખાતે બદલીના આદેશ જિલ્લા પોલસવડા દ્વારા કરવામાં આવ્યા છે.

- Advertisement -

સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉ5ર એલસીબીએ દરોડા પાડી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી બાદ ઈન્ચાર્જ જીલ્લા પોલીીસવડા નિતેશ પાંડેય દ્વારા મેઘપર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા નામના ત્રણ પોલીસ કર્મીની તાત્કાલિક અસરથી પોલીસ હેડ કવાર્ટર ખાતે બદલી કરવાના આદેશ કર્યા છે તેમજ મેઘપર પીએસઆઈ સામે ખાતાકીય તપાસ કરવાના આદેશ કર્યા હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળે છે.

લાલપુર તાલુકાના તથા મેઘપર પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારોમાં દેશી દારૂના ભઠ્ઠાઓ ધમધમતા હોય છે. જો કે, આવા દેશી દારૂના દરોડા ઉપર સમયાંતરે પોલીસ દ્વારા રેઈડ દરમિયાન કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ, હાલમાં જ એલસીબી દ્વારા મેઘપર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દેશી દારૂના હાટડાઓ ઉપર દરોડાની કાર્યવાહી બાદ જિલ્લા પોલીસવડા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular