જામનગર બાયપાસ રોડ ઉપર સવારના સમયે નોકરી પરથી સ્કુટી પર પરત ફરી રહેલાં વૃદ્ધના બાઇકને પુરપાટ અને બેફિકરાઇથી રોંગસાઇડમાં આવી રહેલા બાઇકે હડફેટ લેતાં અકસ્માત થયો હતો.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપર આવેલા પટેલ પાર્ક પાછળ, ગોકુલદર્શનના બીજા નંબરના ગેટ પાસે રહેતા સ્વામીભાઇ નાડાર નામના વૃદ્ધ તેના સહકર્મી ગુરદીપસિંઘ સાથે સોમવારે સવારના સમયે જીજે10 ઇબી 0189 નંબરના સ્કુટી ઉપર ઘરે પરત આવતા હતા ત્યારે બાલાર્ક કારખાના સામે રોંગસાઇડમાં પુટઝડપે અને બેફિકરાઇથી આવી રહેલા જીજે10 ડીએસ 7234 નંબરના બાઇકચાલક સ્કુટી સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં સ્કુટી પર સવાર વૃદ્ધ સહિતના બન્ને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. જેમાં વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઇજાગ્રસ્તના પુત્ર દેવરાજના નિવેદનના આધારે એએસઆઇ વાય. વી. જાડેજા તથા સ્ટાફે બાઇકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


