Homeરાજ્યજામનગરજામનગર મનપાની વેરા વસૂલાત ઝુંબેશમાં મોટી કાર્યવાહી - VIDEO

જામનગર મનપાની વેરા વસૂલાત ઝુંબેશમાં મોટી કાર્યવાહી – VIDEO

દરેડ GIDCમાં GETCOની વર્કશોપ સીલ, રૂ.60 લાખથી વધુનો વેરો બાકી : સમયસર વેરો નહીં ભરતાં મનપાની કડક કાર્યવાહી

જામનગર મહાનગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી વેરો ભરપાઈ નહીં કરનાર મિલકતધારકો સામે મનપા દ્વારા સીલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી GETCOની વર્કશોપને મનપાના અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવી છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ, દરેડ જીઆઇડીસીમાં આવેલી GETCOની વર્કશોપનો જામનગર મહાનગરપાલિકાનો રૂ.60 લાખથી વધુનો વેરો બાકી છે. મનપા દ્વારા આ બાકી રકમની વસૂલાત માટે અગાઉથી પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમ છતાં સમયસર વેરાની ભરપાઈ નહીં થતાં અંતે વેરા શાખાના અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચી વર્કશોપને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ, વેરા વસૂલાતની કામગીરી દરમિયાન શિવમ બ્રાસ પાસેથી રૂ.28 લાખની બાકી રકમ પેટે એડવાન્સ ચેક મેળવવામાં આવ્યો છે. આમ, મનપાની ટીમ દ્વારા ઔદ્યોગિક વિસ્તારોમાં બાકી વેરાની વસૂલાત માટે કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા અને પાણી ચાર્જની બાકી વસૂલાત માટે સપ્ટેમ્બર માસથી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને GIDC ફેઝ-2 અને ફેઝ-3 વિસ્તારમાં અંદાજે રૂ.17 કરોડનો વેરો બાકી હોવાનું સામે આવ્યું છે. મનપાના આંકડા મુજબ, કોર્ટ કેસની રકમ સિવાય શહેરના 2.35 લાખથી વધુ આસામીઓ પાસેથી અંદાજે રૂ.414 કરોડની વેરા વસૂલાત બાકી છે. જ્યારે ઓપન પ્લોટને બાદ કરતાં 20,900થી વધુ બિનરહેણાંક મિલકતોનો વેરો પણ બાકી છે. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બાકી વેરાની વસૂલાત માટે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. જેથી શહેરના મિલકતધારકો અને ખાસ કરીને GIDC વિસ્તારના ઉદ્યોગકારોને સમયસર બાકી મિલકત વેરો અને પાણી ચાર્જ ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular