Homeરાજ્યજામનગરદુબઇમાં રમાતી મેચ ઉપર જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

દુબઇમાં રમાતી મેચ ઉપર જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

જામનગર શહેરના વસંત વાટિકા વિસ્તારમાં મોબાઇલ ફોનમાં ટી-20 ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર જુગાર રમાડતા શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 6750ના મુદામાલ સાથે ઝડપી લઇ 6 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ જામનગરમાં આવેલી વસંત વાટિકા વિસ્તારમાં શેરી નંબર પાંચના ખુણે જાહેરમાં મોબાઇલ ફોન પર ક્રિકેટનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે પાડેલી રેઇડ દરમ્યાન વિશેષ અશોક નાખવા (ઉ.વ.41, રહે. કિશાન ચોક, જામનગર) નામનો શખ્સ તેના મોબાઇલમાં ક્રિકેટ ગુરૂ એપ્લીકેશનમાં દુબઇમાં રમાઇ રહેલી ઇન્ટરનેશનલ લીગ ટી-20 2026 ટૂર્નામેન્ટમાં એમઆઇ અમીરાત અને ગલ્ફ જાયન્ટ વચ્ચેની મેચના પ્રસારણ ઉપર હાર-જિતનો જુગાર રમાડતો હોય ઝડપી લઇ તેની પાસે રૂા. 1750ની રોકડ અને રૂા. પાંચ હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા. 6750ના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. તેમજ પૂછપરછ હાથ ધરતાં આ જુગારમાં અજય રાધનપુરા (મોબાઇલ નંબર 84602 21083), મુનાફ આંબલિયા (મો. 96017 02692), મેહબૂબ (મો. 82386 08482), અલ્તાફ (મો. 70417 03592), ઇમરાન (મો. 73595 70056) નામના પાંચ શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે કુલ 6 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular