જામનગર શહેરમાં ફરી એક વખત ઠંડી જનજીવનને અસર કરી રહી છે ઠંડીની સાથે સાથે ઝાંકળ પણ વાહનચાલકોને અસર કરી રહી છે. ઝાકળને પરિણામે વિઝીબીલીટી ઘટતા વાહનચલાકો મુશ્કેલીમાં મૂકાયા હતાં.

જામનગર શહેરમાં છેલ્લાં 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. લઘુતમ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે. જેના પરિણામે ફરી એક વખત શહેરીજનો ઠંડીનો સામનો કરી રહ્યા છે. જો કે, મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેતાં દિવસ દરમિયાન લોકો ગરમીનો પણ અહેસાસ કરી રહ્યા છે. જામનગર કલેકટર કચેરીના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં લઘુતમ તાપમાન 15.5 ડિગ્રી, મહત્તમ તાપમાન 31.0 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 98 ટકા તથા પવનની ગતિ 3.6 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી.
બીજી તરફ આજે સવારે જામાનગર શહેર ઉપર ધુમ્મસની ચાદર છવાઈ હતી. ઝાકળને પરિણામે વિઝીબીલીટી ઘટી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સમાનો કરવો પડયો હતો. વાહનચાલકો હેડ લાઈટના સહારે માર્ગો પસાર કરતા જોવા મળ્યા હતાં. ઝાકથી રસ્તા પણ ભીના થયા હતાં. હવે ઠંડીમાંથી રાહત મળે તેમ પણ લોકો ઈચ્છી રહ્યા છે. જામનગર શહેર ઉપર ઝાકળની ચાદરથી વાહન ચાલકો પરેશાન થયા હતા તો કેટલાંક સ્થળોએ સુંદર દ્રશ્યો થી લોકો ખુશ પણ થયા હતાં. દિવસ દરમિયાન લોકોને ઠંડીમાંથી આંશિક રાહત મળી રહી છે. અને ઘરોમાં એસી પંખા શરૂ થઈ રહ્યા છે.