Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરબીઆઇએસ સર્ચ, સિઝર અને ટોયઝ ક્વોલીટી કંટ્રોલ ઓર્ડર મોકૂફ રાખવા માગ

બીઆઇએસ સર્ચ, સિઝર અને ટોયઝ ક્વોલીટી કંટ્રોલ ઓર્ડર મોકૂફ રાખવા માગ

જામનગર ટોયઝ એન્ડ ગિફટ એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

જામનગર ટોયઝ એન્ડ ગિફટ એસોસિએશન દ્વારા બીઆઇએસ સર્ચ, સિઝર અને ટોયઝ ક્વોલીટી કંટ્રોલ ઓર્ડર-2020 મોકૂફ રાખવાની માગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રમકડાના ઉત્પાદન ઉપર ફરજીયાતપણે બીઆઇએસ સર્ટિફીકેટ મેળવવા માટે સરકારે ટોયઝ ક્વોલીટી કંટ્રોલ ઓર્ડર 2020 લાગુ કર્યો છે. જેનાથી વેપારીઓ તો સંપૂર્ણપણે અજાણ છે. આ સાથે કોલકોત્તા બીઆઇએસ પણ માને છે કે, દેશમાં 90 ટકા રમકડાના ઉત્પાદકો બીઆઇએસ સર્ટિફીકેટથી અજાણ છે. જો ઉત્પાદકો જ અજાણ હોય તો છૂટક વેપારીઓ કેવી રીતે આ અંગે જાણકાર હોય? આ આદેશ લાગુ કરવામાં આવ્યો ત્યારે કોરોના મહામારી ચરમસીમાએ હતી. હાલમાં દેશ ત્રીજી લહેરના ભરડા સામે લડી રહ્યો છે. તેમજ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં લોકમેળાઓ પણ રદ્ થયા છે. જેના કારણે રમકડાનો સ્ટોક વેચાણ થયા વગર પડયો રહ્યો છે. આથી આ મહામારીના સમયમાં રમકડાના વેપારીઓને નાણાંકીય મંદીમાં જતાં અટકાવા માટે ટોયઝ ક્ધટ્રોલ ઓર્ડર 2020ના અમલીકરણને વધુ બે વર્ષ માટે મોકૂફ રાખવા તથા સરકારી અધિકારીઓએ હાલમાં સર્ચ અને સિઝર કર્યા છે. તેને રદ્ કરવા માગણી કરવામાં આવી છે.

- Advertisement -

એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઇ કોટક, ઉપપ્રમુખ સિધ્ધાર્થભાઇ દોશી, ખજાનચી જીગ્નેશભાઇ વિપાણી, સેક્રેટરી રુપેશભાઇ મહેતા તથા વા.સેક્રેટરી નિખીલભાઇ પોપટ સહિતના હોદ્ેદારો તથા વેપારીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular