Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયપૂર્વાંચલ એકસપ્રેસ-વે કમ એરસ્ટ્રીપનું લોકાર્પણ

પૂર્વાંચલ એકસપ્રેસ-વે કમ એરસ્ટ્રીપનું લોકાર્પણ

પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરપ્રદેશમાં બહુહેતુક એકસપ્રેસ-વે ખુલ્લો મૂકયો : વાયુસેનાના જેટ ફાઇટરોએ કર્યું ટચડાઉન : 30થી વધુ જેટફાઇટરોનો એર-શો

- Advertisement -

ઉત્તરપ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બહુહેતુક પૂર્વાંચલ એકસપેસ વે ને ખુલ્લો મૂકયો હતો. આ એકસપ્રેસ વે નો ઉપયોગ ભારતીય વાયુ સેના ઇમરજન્સી લેન્ડીંગ અને ટેક ઓફ માટે પણ કરી શકશે. આ માટે ત્રણ કિલોમીટરની એક ઇમરજન્સી સ્ટ્રીપ પણ બનાવવામાં આવી છે. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં આજે અહીં વાયુસેનાના જેટ ફાઇટરોએ ટચ ડાઉન કયુ હતું સાથે-સાથે 30 થી વધુ ફાઇટર વિમાનોએ એર શો પણ યોજયો હતો. આજે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં એરફોર્સની તાકાત બતાવશે. 5ીએમ મોદી આજે આ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન બાદ 30થી વધુ ફાઈટર એરક્રાફ્ટ ફ્લાયપાસ્ટ કરશે. આ અંતર્ગત 3.2 કિલોમીટર લાંબી એર સ્ટ્રિપ પર C-130J હર્ક્યુલસના ઉતરાણ પછી એરક્રાફ્ટ ટચ એન્ડ ગો ઓપરેશનની તૈયારીઓ શરૂ કરશે.

- Advertisement -

આ એર શો વિશ્વને સંદેશ આપશે કે ભારતે વ્યૂહાત્મક રીતે એક પગલું આગળ વધારીને એની તાકાત વધારી છે. એક્સપ્રેસ-વે બે મોરચે યુદ્ધની સ્થિતિમાં બેવડી ભૂમિકા ભજવશે. ઉત્તરીય અને પૂર્વીય સરહદોની નજીક હોવાને કારણે બંને મોરચે દુશ્મનને ખતમ કરવા માટે ફાઇટર વિમાનોનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. એરફોર્સના સુખોઈ 30 એમકેઆઈ, રાફેલ, સી-130 જે સુપર હર્ક્યુલસ જેવાં ફાઇટર જેટ હવે પૂર્વાંચલ એર સ્ટ્રિપ પર પણ લેંડિંગ અને ટેક ઓફ કરી શકશે. પૂર્વ ફ્રન્ટ પર ચીન સામે યુદ્ધ દરમિયાન ઈમર્જન્સી ઉપયોગમાં આવનારો આ પ્રથમ એક્સપ્રેસ હશે. અહીંથી બંને ફ્રન્ટ પરનું અંતર લગભગ 600 કિલોમીટર છે, એવામાં બે-ત્રણ કલાકની તૈયારી કરીને સરળતાથી બાલાકોટ જેવી સ્ટ્રાઈકને અંજામ આપી શકાય છે. આ કોમ્બેટ ઓપરેશનમાં સમય બેથી ત્રણ કલાકનો જ રહેશે. ડોકલામ વિવાદ બાદ ચીને શિઝિયાંગ પ્રાંત અને તિબ્બતનાં ક્ષેત્રમાં 16 એરબેઝ તૈયાર કર્યા છે. એમાંથી 14 હજાર ફૂટની ઊંચાઈ પર અલી ગુંસા, બુરાંગ, તઝાંગ જેવા બેઝ સામેલ છે. અહીં ફાઇટર જેટની સાથે ચીનની લોંગ રેન્જમાં મિસાઇલ હેઠળ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં 5 મોટા એરબેઝ સાથે ઘણાં મોટાં શહેરો છે, જેમાં ગોરખપુર, દરભંગા, બક્ષી કા તાલાબ, પ્રયાગરાજ સહિત ઘણાં મોટાં શહેરોનો સમાવેશ થાય છે. આ લોન્ગ રેન્જની મિસાઇલો લક્ષ્યાંક પર આવતાં જ એરફોર્સ માટે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર સુલતાનપુર નજીક લડાયક કામગીરી શરૂ કરવી સરળ બની જશે. એરફોર્સના પ્લાન ઇ હેઠળ, એરબેઝના વિનાશની સ્થિતિમાં આ એક્સપ્રેસ-વેનો ઉપયોગ યુદ્ધ સમયે કરવામાં આવશે, પરંતુ શાંતિના સમયમાં વર્તમાન પરિસ્થિતિમાં ભારત એની વ્યૂહાત્મક તાકાત બતાવશે. આ માટે આ એર સ્ટ્રિપ પર 30થી વધુ એરક્રાફ્ટ લેન્ડિંગ કરી રહ્યાં છે. અહીં આ પ્રકારનું ’ટચ એન્ડ ગો’ ઓપરેશન સતત ચાલતું જ રહેશે, જેથી ચીનની સાથે પાકિસ્તાનને પણ ભારતના એરફોર્સની તાકાતને જોતું રહે. આ ઉપરાંત ટૂંક સમયમાં મોટા એક્સપ્રેસ-વેના રનવે પર ફાઈટર જેટ લેન્ડ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. ભારતે ઉત્તરાખંડ ઉપરાંત ખાસ કરીને પૂર્વોત્તરમાં આવી તૈયારીઓ પૂર્ણ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular