Sunday, November 27, 2022
Homeખબર સ્પેશીયલહાલનું શિક્ષણ, વિદ્યાનો સ્ત્રોત કે વ્યવસાય?

હાલનું શિક્ષણ, વિદ્યાનો સ્ત્રોત કે વ્યવસાય?

- Advertisement -

(જ્યાં માતા પિતાની આર્થિક કરૂણા સાથે, બાળકના નૈતિક હક સાથે પણ અન્યાય થતો હોય છે.)
બાળકને પ્રથમતો શિક્ષણનો જશ હોય છે,
થોડો નિસ્વાર્થ કેળવણીનો, એમનો પ્રથમ હક હોય છે.

- Advertisement -

બાળક અને વિદ્યા અથવા તો વિદ્યાર્થી અને શિક્ષણ, આમ તો આ શબ્દો એકબીજાને સંલગ્ન છે. વિદ્યા શબ્દ પરથી જ વિદ્યાર્થી શબ્દ ઉચ્ચારણમાં લેવાતો હોય છે. બાળકના જન્મની સાથે, વિદ્યાનો હક તેમનો નૈતિક હોય છે અને આ વિદ્યા તથા જ્ઞાનની કેળવણી, તેમના જીવનમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. જ્ઞાન એ વૈકલ્પિક નથી. જ્ઞાન એ આવશ્યક સ્ત્રોત છે. બાળકનો જેમના વિહીન ઉછેરનો વિચાર પણ શક્ય નથી ત્યારે, જ્ઞાન તથા વિદ્યાનો સ્ત્રોત, એક માત્ર શાળા છે. ત્યારે શાળાના એક માત્ર આધાર પર વિદ્યાર્થીઓ જ્ઞાન અને વિદ્યા પર નિર્ભર હોય છે અને ત્યારે શાળામાં જયારે વિદ્યાર્થી કે બાળકના નૈતિક હકના બદલામાં ફી થકી આર્થિક બાબતને જો વધુ પ્રાધાન્ય આપવામાં આવે તો, વિદ્યાર્થી કે કોઈ બાળકના હક સાથે અન્યાય થયો, તેવું આપણે અચકાટ વગર કહી શકીએ અને જયારે આર્થિક પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારે કેળવણી અથવા જ્ઞાન પર સારી એવી અસર પડે છે અને શિક્ષાનો સ્ત્રોત થોડો અધૂરો રહે છે.

અગાઉના યુગની જો શિક્ષણની પ્રસ્ત્વાના જોઈએ, તો બાળક યોગ્ય વયનું થાય, ત્યારે ગુરુકુળ કે આશ્રમમાં બેસાડવામાં આવતા અને સમયોનુંસાર તે વિદ્યા પ્રાપ્ત કરી લે ત્યારબાદ પરત મોકલવામાં આવતા અને આ રીતે વિદ્યા તથા જ્ઞાનની કેળવણી પૂરી પાડવામાં આવતી પણ જો હાલના યુગમા જો આંખનો એક પલકાર શિક્ષા પર કરીએ તો, શાળા, જે જ્ઞાન અને વિદ્યાનો એક માત્ર સુનિશ્ચિત સ્ત્રોત છે પણ એ જ્ઞાન તથા વિદ્યાની કેળવણી, અતિ ઉચ્ચ આર્થિક કેળવણી બરાબર મળતી હોય તો ફેરફાર કરવાની આવશ્યકતા નથી? માતા-પિતા, જાણે-અજાણે ‘ફી’ ભરવા માટે, આર્થિક અર્થી ઉપાડનાર બને, તેટલા કપરા સંજોગોનું નિર્માણ થતું હોય, તો બાળકના હક માટે કંઈ ફેરફાર કરવાની જરૂર નથી? બાળકને માત્ર આર્થિક દરિદ્રતાના કારણે, યોગ્ય વિદ્યા તથા પૂરતું જ્ઞાન આપવામાં ન આવતું હોય, તો પ્રવર્તમાન પરિસ્થિતિમાં કંઈ ફેરફાર કરવાની જરૂર નથી? માતા-પિતા, ફક્ત બાળકના નૈસર્ગિક હક માટે સંજોગોના ગુલામ બને, તે કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી.

- Advertisement -

ઉપરાંત માતા-પિતાને, માત્ર ફી થકી જ આર્થિક વ્યથા નથી પણ શાળાના નિશ્ચિત ગણવેશ (યુનિફોર્મ), નિર્ધારિત અને આવશ્યક પાઠ્યપુસ્તક તથા પાકીનોટ તથા સ્વાધ્યાય પોથી, જેવા ઉપકરણો થકી આર્થિક એક વધુ ઝટકો તેમજ એ સમગ્ર વર્ષ દરમ્યાન અથવા શિક્ષણકાળ દરમ્યાન થનાર સ્ટેશનરી ખર્ચ, જે માતા-પિતાના બેન્કની બચત થોડી ઓછી કરે છે. વળી સમયોનુંસાર બદલાતા ગણવેશ, પાઠ્યપુસ્તક તથા શિક્ષણ માટેના હાલના ઈલેટ્રોનીક્સ ઉપકરણ (પ્રવર્તમાન સંજોગોને આધીન), જે માતા-પિતાને, એમના હક તથા જરૂરિયાતો પૂરી થતા રોકે છે. સમય દરમ્યાન ફી ની ચિંતા, તેમના બાળકને કદી શિક્ષણમાં મુશ્કેલી ન પડે તેમની વ્યથા, વળી શાળાના નિશ્ચિત ગણવેશ અને પાઠ્યપુસ્તકના નિશ્ચિત સ્ટોલ, જે માતા-પિતાની આર્થિક જાવકમાં વધારો કરે છે અને માતા-પિતાએ મને-કમને પણ એ જરૂરીયાત પૂરી કરવા, બાળક માટે કરેવું પડે છે, જે માતા-પિતાને આર્થિક તથા માનસિક, બંને રીતે ખૂબ જ નિરાશ કરતુ હોય છે.

અતિ ઉચ્ચ આર્થિક રેટ તથા વધુ સારી કેળવણી તથા જ્ઞાનના સ્ત્રોત માટે ‘ટ્યુશન’, જે આવક પહેલા જ જાવક નિશ્ચિત કરે છે અને એમની ખાતરી આપે છે, હાલના તમામ વિદ્યા કે જ્ઞાનના સ્ત્રોત, માત્ર અને માત્ર આર્થિક શરતને આધીન બની ગયા છે, ત્યારે નજીકના ભવિષ્યમાં શિક્ષા, માતા-પિતા માટે લાચારીનું કારણ બની અને શિક્ષણ કે જ્ઞાન, માત્ર વૈકલ્પિક બને, તો અજુગતું નહી કહેવાય. બાળક તથા વિદ્યાર્થી જેમ-જેમ પ્રગતિ કરે, તેમ-તેમ, શિક્ષણમાં પણ આર્થિક ‘ફી’ થકી પ્રગતિ થતી હોય છે અને એ જ શરતને આધીન માત્ર જ્ઞાનની કેળવણી આપવામાં આવે તો, આ શિક્ષણને એક સુંદર વ્યવસાય જ કહીએ અને આ સુંદર વ્યવસાય, કોઈ પણ સંજોગોમાં મંદી સાથે સંબંધ નથી રાખતો. માત્ર અને માત્ર આ વ્યવસાયમાં તેજી જ જોવા મળે છે. અનહદ ખર્ચા બાદ, આ શિક્ષણ કદી ખાતરી નથી આપતું, સફળતા કે નિષ્ફળતા, ફક્ત ‘બાળક પર આધારિત છે’, તે કહી અંતે હાથ ઉચા કરે છે.

- Advertisement -

બાળકની સફળતા અને નિષ્ફળતાની કરૂણા વચ્ચે, માતા-પિતાની આ એક આર્થિક કરૂણા છે. બાળક એમની વયમાં, ફી નો મતલબ યોગ્ય સમજી પણ ન શકતું હોય, એ વયમાં માતા-પિતાએ તેમનું પરિપક્વ રીતે, વ્યાજ સાથે આર્થિક ભરપાઈ કરવી પડે છે. સરસ્વતી, જેને આપણે જ્ઞાનની દેવી માનતા હોઈએ છીએ, એ જ્ઞાનની દેવીનો આપણે થોડો વિચાર કરીએ. હાલના યુગમાં કંઈ પણ આર્થિક સહેલું નથી, જે વાત આપણે સહુ જાણીએ છીએ પણ માતા-પિતાને બાળકના નૈસર્ગિક અને પ્રાથમિક હક માટે, આર્થિક કટોકટીનો શિકાર થવું પડે, તે સંજોગો હોય તો, આર્થિક સહેલું કરીએ, થોડું ઓછુ કરીએ, જ્ઞાન અને વિદ્યાની કેળવણી એ કોઈ પણ બાળકનો નૈતિક અધિકાર છે, તેમને આપવામાં આર્થિક શરતનો પડકાર, તેમના માતા-પિતાને ન આપીએ પણ એ ફી માં અત્યંત ઘટાડો કરી, માતા-પિતાને રાહત

આપીએ અને એ રીતે બાળકનું સન્માન કરીએ.
વિદ્યા અને જ્ઞાન, બાળકની નૈતિક કેળવણી છે,
માતા-પિતા, એ ફી થકી એમની ખૂટતી પૂરવણી છે,
વિદ્યાર્થી, એ સન્માનની સાથે શિક્ષણની પ્રથમ કેળવણી છે,
‘ફી’ નો પૂરતો ઘટાડો, એ માતા-પિતાની પણ માનસિક અને આર્થિક પૂરવણી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular