
જામનગરના માર્કેટીંગ યાર્ડમાં બે સપ્તાહથી જીરૂની મબલખ આવક શરૂ થઈ છે. દૈનિક સરેરાશ 3000 થી 3500 ગુણી જીરૂની આવક થઈ રહી છે. જીરૂનો એક મણનો ભાવ રુ.3300 થી 4200 રૂ. મળી રહ્યા છે. ગત વર્ષે જે ભાવ રૂ. 3700 થી 4700 સુધીનો નોંધાયો હતો. જે હાલમાં એક મણે રુ. 300 થી 500 રૂપિયાનો ધટાડો થયેલ છે. ભેજના કારણે જીરૂની ગુણવતાને અસર થતા તેના ભાવ નીચા થયા છે. આગામી દિવસોમાં જીરૂની આવક વધી છે. પરંતુ સાથે તેનો ભાવમાં વધારો આવે તેવી માંગ ખેડુતો કરી રહ્યા છે. જામનગર માર્કેટીંગ યાર્ડમાં જામનગર અને દેવભુમિ દ્રારકા માંથી ખેડુતો જીરૂ લઈને આવતા હોય છે. તેમજ આસપાસના વિસ્તારોમાંથી ખેડુતો જીરૂ લઈને જામનગર માર્કેટીંગ યાર્ડમાં આવે છે. આ વખતે જીરૂ ઉત્પાદન સારૂ થયુ છે. પરંતુ તેના ભાવમાં ઘટાડો થયો છે. જેનાથી ખેડુતોમાં નારાજગી જોવા મળી રહી છે.