દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકે અને વેક્સિનેશન પ્રત્યે જાગૃતિ વધે તે માટે ખાસ કરીને દુકાનદારો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ સહિતનું વિવિધ મુદ્દાઓનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેનો ભંગ કરતા વેપારીઓ- દુકાનદારો વિગેરે સામે હવે પોલીસ તંત્રએ પણ હવે લાલ આંખ કરી છે.
જિલ્લામાં કોરોના અંગેના આ જાહેરનામા પ્રત્યે બેદરકારી દાખવવા બદલ ખંભાળિયામાં કિશોર રણમલભાઇ સુમણીયા અને ગૌતમ સોઈપાલસિંહ ચૌહાણ સામે, દ્વારકામાં મનીષ દિનેશભાઈ સેજપાલ, સોહીલ મોહમ્મદભાઈ ગઢીયા, પરાગ મનસુખભાઈ ગોકાણી, વિનય પ્રભુદાસભાઈ મચ્છર, અસરફ રજાકભાઈ પંજવાણી અને ધીરજભાઈ નાથાભાઈ લાડવા સામે, ભાણવડમાં રસિક માવજીભાઈ કટેશીયા અને રાજેશ ગિરધરભાઈ ભગાણી સામે, મીઠાપુરમાં હનીફ ઈશાકભાઇ માજોઠી સામે જ્યારે કલ્યાણપુર પોલીસે રમેશ ભીખાભાઈ ચાવડા, ખીમા ડાયાભાઈ વાઘેલા, લગધીર ડોસાભાઈ ભાટિયા અને વૈભવ ચંદ્રકાન્ત દત્તાણી સામે કલમ 188 મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.