Wednesday, April 14, 2021
Homeરાષ્ટ્રીયઅંકુશ બહાર કોરોના: મુખ્યમંત્રીઓ સાથે મોદીનું મંથન

અંકુશ બહાર કોરોના: મુખ્યમંત્રીઓ સાથે મોદીનું મંથન

દેશમાં 24 કલાકના રેકોર્ડ 1.26 લાખ પોઝિટીવ કેસ : 684 દર્દીઓના મોતથી હાહાકાર : વડાપ્રધાન કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી મુખ્યમંત્રીઓના સૂચનો મેળવશે

- Advertisement -

દેશભરમાં કોરોનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. બુધવારે દેશમાં રેકોર્ડ 1 લાખ 26 હજાર 265 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. ગયા વર્ષે મહામારી શરૂ થઇ ત્યારબાદ આ પહેલી વાર છે જ્યારે એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ નોંધાયા છે. આ અગાઉ 6 એપ્રિલના રોજ એક જ દિવસમાં 1.15 લાખ લોકોને કોરોના પોઝિટિવ મળ્યાં હતાં.

- Advertisement -

આ ઉપરાંત બુધવારે 684 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં અને 59 હજાર 129 લોકો સાજા થયા હતા. આ સાથે, હવે કોરોના સંક્રમિતોની સંખ્યા 1.29 લાખને પાર થઈ ગઈ છે. તેમાંથી 1.18 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1.66 લાખ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 9 લાખ 5 હજાર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

દેશમાં કોરોના અંકુશ બહાર જઇ રહ્યો છે. ત્યારે ચિંતિત બનેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજયોના મુખ્યમંત્રીઓ સાથે આ મહામારી સંદર્ભે વિડીયો કોન્ફરન્સ યોજી રહયા છે. વડાપ્રધાન દ્વારા આ બેઠક એવા સમયે યોજવામાં આવી છે જયારે દેશમાં કોરોનાની બીજી લહેર તેની ચરમસીમા તરફ આગળ વધી રહી છે. એવામાં કોરોના પર કાબુ મેળવવા રાજય સરકારો તેમના સ્તર પર પ્રયાસ કરી રહયા છે. પરંતુ આ પ્રયાસો નાકાફી સાબિત થઇ રહયા છે. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોના પોઝિટીવ આંકડા એક લાખથી વધુ આવી રહયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ 17 માર્ચે પણ મુખ્યમંત્રીઓ સાથે પણ બેઠક કરી હતી જેમાં પણ કોરોના સંક્રમણ અંગે ચિંતા વ્યકત કરી ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રિટિંગ ઉપર ભાર મૂકયો હતો.

- Advertisement -

સમગ્ર વિશ્ર્વમાં હાલ અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતમાં સૌથી વધુ કોરોના ટેસ્ટ નોંધાઇ રહયા છે. દેશના અનેક રાજયોમાં જુદા-જુદા પ્રકારના પ્રતિબંધો જેવા કે, નાઇટ કફર્યુ આંશિક લોકડાઉન લાદવામાં આવી રહયા છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક જેવા રાજયોમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે આ સ્થિતિનો સામનો કરવા તેમજ સુવિધાઓની તૈયારીઓ કઇ રીતે કરવી તે અંગે વડાપ્રધાન મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરશે. જેમાં સ્થિતિની સમીક્ષા કરવા ઉપરાંત દરેક રાજયો પાસેથી ઉપાયો અને સૂચનો પણ માંગવામાં આવશે. તેમજ વેકિસનેશન ઝુંબેશને વધુ આક્રમક બનાવવા પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular