Saturday, April 20, 2024
Homeરાજ્યગુજરાતઅમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાં પણ કોરોના !

અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાં પણ કોરોના !

- Advertisement -

કોરોનાની બીજી લહેર અંત થવાના આરે છે. છતાં પણ ખતરો હજુ યથાવત છે. કોરોના આવ્યો ત્યારથી રોજે નવા નવા રીસર્ચ સામે આવી રહ્યા છે. તો હવે અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવના પાણીમાં પણ કોરોના વાયરસ મળી આવ્યો છે.  આ અગાઉ ગંગા નદીના સેમ્પલ માંથી પણ કોરોના વાયરસ મળી આવ્યો હતો.

- Advertisement -

IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ ગત વર્ષે વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટમાંથી લેવાયેલા સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. આ સેમ્પલમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. સાબરમતી નદી ઉપરાંત કાંકરિયા અને ચંડોળાના પાણીમાંથી લેવાયેલા સેમ્પલમાં પણ કોરોના મળી આવ્યો છે. અમદાવાદમાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને ગુવાહાટીમાં એકપણ પ્લાન્ટ નથી માટે આ બંને શહેરોની પસંદગી કરીને સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

આઈઆઈટી ગાંધીનગર દ્રારા અમદાવાદની સાબરમતી નદી માંથી  પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. પ્રોફેસર  મનીષ કુમારના જણાવ્યા મુજબ  પાણીના સેમ્પલ માંથી કોરોના વાયરસ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. જે ઘણો ખતરનાક છે.  સાબરમતી નદી માંથી  694, કાંકરીયાથી 549 અને ચંડોળા તળાવમાંથી 402 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે સંક્રમિત જણાયા હતા.  રીસર્ચ માં સામે આવ્યું છે કે પાણીમાં પણ વાયરસ જીવતો રહી શકે છે અને  સંશોધકોના મત મુજબ  દેશના તમામ પ્રાકૃતિક જળસ્ત્રોતની તપાસ કરવી જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular