Friday, April 16, 2021
Homeરાજ્યગુજરાતબેઠાં થવાનો, પગ જમીન પર ટેકવવાનો કોંગ્રેસ પાસે હવે પુષ્કળ સમય!

બેઠાં થવાનો, પગ જમીન પર ટેકવવાનો કોંગ્રેસ પાસે હવે પુષ્કળ સમય!

છાપેલાં કાટલાં જેવા તમામ નેતાઓ આઉટડેટેડ સાબિત થયા

- Advertisement -

દેશના સૌથી જુના રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસનો ગુજરાતમાં ઐતિહાસિક સફાયો થયો છે. કોંગ્રેસના સામાન્ય કાર્યકરથી માંડીને પ્રદેશ કક્ષાના કથિત કદાવર નેતાઓ સુધી સૌ હવે સાવ ફ્રી થઇ ગયા છે. હવે તેઓ પાસે બેઠાં થવાનો અને આભમાં ઉડવાનું ભુલી પગ જમીન પર ટેકવવાનો પુષ્કળ સમય ઉપલબ્ધ થયો છે.

- Advertisement -

એવું નથી કે, ગુજરાતમાં કોંગ્રેસનો પ્રથમ વખત રકાસ થયો છે. રકાસ છેલ્લાં કેટલાંક વર્ષોથી કોંગ્રેસ માટે લગભગ રોજિંદી બાબત બની ગઇ છે. પક્ષે સંગઠન પ્રત્યે ભાગ્યે જ ધ્યાન આપ્યું છે. લોકોને સાથે રાખવામાં પણ કોંગ્રેસ પાર્ટી નિષ્ફળ નિવડી છે. પાછલાં 25 વર્ષની વાત કરીએ તો કોંગ્રેસે ગુજરાતમાં વિરોધ કરવાની અને સંગઠિત બનવાની ત્રેવડ પણ ગુમાવી દીધી છે. આ બધી બાબતોને કારણે રાજયમાં કોંગ્રેસનું રામ નામ સત્ય થઇ ગયું છે.

હવે નેતાઓએ નવેસરથી વિચારવું પડશે. અતિ મજબુત શાસકને દોડતો રાખવા માટે કોંગ્રેસે જબરદસ્ત રીતે સંગઠનમાં પ્રાણ ફૂંકવા પડશે. નવેસરથી નેતાગીરી તૈયાર કરવી પડશે. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના છાપેલા કાટલા જેવા નેતાઓ આઉટ ડેટેડ પૂરવાર થઇ ચૂકયા હોય, કોંગ્રેસે નવી નેતાગીરીના ઉદય માટે યોગ્ય ભુમિ તૈયાર કરવી પડશે. અસ્તિત્વ ટકાવી રાખવા કોંગ્રેસ પાર્ટીએ આગામી 05 વર્ષ માટે પક્ષમાં નવા એજન્ડાને જન્મ આપવો પડશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની નબળાઇને કારણે શાસકો તો મજબૂત બન્યા જ છે. સાથે-સાથે રાજયમાં ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીનો પણ પ્રવેશ થઇ ચૂકયો છેે. આ સ્થિતિમાં કોંગ્રેસ માટે પોતાના બાવડાં મજબૂત કરવા નવી અને આક્રમક રણનીતિ તૈયાર કરવી પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular