Monday, July 27, 2026
Homeરાજ્યહાલારદારૂનું કટીંગ થાય તે પહેલાં જ શેઠવડાળા પોલીસનો દરોડો

દારૂનું કટીંગ થાય તે પહેલાં જ શેઠવડાળા પોલીસનો દરોડો

જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામ બહાર નદીના કાંઠે ખુલ્લા પટમાંથી પોલીસે રેઇડ દરમ્યાન 2917 બોટલ દારૂ અને 4986 નંગ ચપલા સાથે ટ્રક બોલેરો સહિતનો રૂા. 42.37 લાખના મુદામાલ સાથે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.

- Advertisement -

દારૂની હેરાફેરીએ હાલારમાં માઝા મુકી છે. બેરોકટોક બેખૌફ દારૂનો જંગી જથ્થો છેવાડાના ગામ સુધી પહોંચી જતો હોય છે. ત્યાં સુધી રસ્તામાં આવતા અનેક પોલીસ સ્ટેશનોના અધિકારીઓના ધ્યાનમાં નથી આવતું…! દારૂની હેરાફેરીનું દૂષણ ડામવા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. દરમ્યાન એએસપી પ્રતિભાની સૂચનાથી શેઠવડાળા પીઆઇ આર. બી. સોલંકી તથા સ્ટાફ દ્વારા મળેલી બાતમીના આધારે ગત્રાત્રિના સમયે જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામની બહાર આવેલા નદીના ખુલ્લા પટમાં દારૂની હેરાફેરી થતી હોવાની જાણના આધારે પોલીસે રેઇડ દરમ્યાન સ્થળ પરથી રૂા. 20,17,898ની કિંમતની 2917 બોટલ દારૂ તથા રૂા. 4,98,600ની કિંમતના 4986 નંગ ચપલા મળી આવ્યા હતા. જેથી પોલીસે જીજે36 ટી 4535 નંબરનો રૂા. 10 લાખની કિંમતનો ટ્રક અને રૂા. 5 લાખની કિંમતની બોેલેરો પીકઅપ વાન તેમજ ટ્રકમાં ભરેલો રૂા. 2,20,500ની કિંમતનો 30 ટન ડેન્ટોનાઇટ પાવડર તથા રૂા. 1 હજારની કિંમતની તાલપત્રી મળી કુલ રૂા. 42,97,998નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ રેઇડ કરે તે પહેલાં જ બૂટલેગરો નાશી ગયા હતા. જેના આધારે શેડવડાળા પોલીસે જામજોધપુર તાલુકાના ભૂપત આંબરડી ગામના ભાયા લખમણ છેલાણા અને ભીમા ભાયા છેલાણા નામના પિતા-પુત્ર તથા જીજે36 ટી 4535 નંબરના ટ્રકનો ચાલક સહિતના શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરતાં ભાયા છેલાણા વિરૂદ્ધ અગાઉ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયેલા છે. તેમજ ભીમા ભાયા વિરૂદ્ધ બે ગુના નોંધાયેલા હોય પોલીસે ગુનાહિત ઈતિહાસ ધરાવતા પિતા-પુત્રની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular