ગુજરાતના અમદાવાદ અને સુરત કે જે બંન્ને જિલ્લા કોરોના માટે એપી સેન્ટર લેખાય છે. તે જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા ઘટી રહી છે.પરંતુ ચિંતાનો વિષય એ છે કે, રાજયના આઠ મહાનગરો સિવાયના નાના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસોની સંખ્યા વધી રહી છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે મંગળવારે એક રિપોર્ટ બહાર પાડયો છે. જેમાં જણાવાયું છે કે, દેશના 533 જિલ્લાઓ એવા છે જયાં પોઝિટીવીટી રેટ 10%થી વધારે છે. મંગળવારે ગુજરાતનો સરેરાશ પોઝિટીવીટી રેટ 7.7% રહ્યો જે રાષ્ટ્રીય સરેરાશ 17 % ઘણો નીચો છે.
જેની સામે ગુજરાતનું એનાલિસિસ કરવામાં આવે તો રાજયના 7 જિલ્લાઓ એવા છે જયાં પોઝિટીવીટી રેટ 10%થી વધારે છે. મહેસાણામાં આ દર 22.1%, ગીર સોમનાથમાં 17.6%, મહિસાગરમાં 15.5%, જામનગરમાં 14.9% અને અરવલ્લી જિલ્લામાં પોઝિટીવીટી રેટ 12.5% છે.
રાજયના 33 પૈકી 15 જિલ્લામાં સરેરાશ કરતાં વધુ પોઝિટીવીટી રેટ જોવા મળે છે.
જામનગર સહિતનાં પાંચ જિલ્લામાં સ્થિતિ ચિંતાજનક: પોઝિટિવીટી રેટ 15 ઉપર
પોરબંદર-મોરબી-સુરત સહિતના 4 જિલ્લામાં સ્થિતિ ઘણી સુધરી