આ અંગેની વિગત મુજબ ખંભાળિયામાં આવેલી તુલસી પાર્ક સોસાયટી 2 માં રહેતા જુમાભાઈ મુસાભાઈ લંઘા નામના 42 વર્ષના યુવાને ગત તારીખ 21 ડિસેમ્બરના રોજ પોતાના ઘર આગળ પાર્ક કરેલું રૂપિયા 65,000 ની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ રાત્રિના સમયે કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ ગઈકાલે સોમવારે અહીંના પોલીસ મથકમાં નોંધાઈ છે.
મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ ભરડવા નામના 45 વર્ષના યુવાનનો રૂપિયા સાડા ચૌદ હજારની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન કોઈ ગઠિયો તેમના જેકેટના ખિસ્સામાંથી ફેરવીને લઈ ગયો હોવાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.