Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગર71 ગ્રામ પંચાયત/તલાટી-કમ-મંત્રી આવાસનું ખાતમુહૂર્ત તથા નવનિર્મિત્ત કાલાવડ તાલુકા પંચાયતનું લોકાર્પણ

71 ગ્રામ પંચાયત/તલાટી-કમ-મંત્રી આવાસનું ખાતમુહૂર્ત તથા નવનિર્મિત્ત કાલાવડ તાલુકા પંચાયતનું લોકાર્પણ

નવસારીના સાંસદ સી. આર. પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

- Advertisement -

જામનગરમાં 71 ગ્રામ પંચાયતના તથા તલાટી કમ મંત્રી આવાસનું નવસારીના સાંસદ સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે.

- Advertisement -

જામનગર જિલ્લા પંચાયત દ્વારા જામનગર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત 9.98 કરોડના ખર્ચે તૈયાર થનાર 71 ગ્રામ પંચાયત/તલાટી કમ મંત્રી આવાસનું ખાતમુહૂર્ત અને નવનિર્મિત્ત કાલાવડ તાલુકા પંચાયતના લોકાર્પણ કાર્યક્રમનું તા.20 નવેમ્બરના રોજ સાંજે સાડા ચાર વાગ્યે ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમહેમાન તરીકે નવસારીના સાંસદ સી.આર. પાટીલ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશ મીરજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ પૂનમબેન માડમ તથા જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ઉપસ્થિત રહેશે તથા વિશેષ આમંત્રિત મહેમાન તરીકે જામનગર દક્ષિણના ધારાસભ્ય આર.સી.ફળદુ, જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઈ મૂસડિયા, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા વિકાસ અધિકારી મીહિર પટેલ, કલેકટર ડો. સૌરભ પારઘી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ. રાયજાદાની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular