Saturday, April 27, 2024
Homeરાજ્યગુજરાતરાજય સરકાર દ્વારા 6900 ટન મગફળી ખરીદવામાં આવી

રાજય સરકાર દ્વારા 6900 ટન મગફળી ખરીદવામાં આવી

2.65 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદીમાં કરાવી છે નોંધણી : ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી

- Advertisement -

રાજય સરકાર દ્વારા 15 નવેમ્બર સુધીમાં 6900 ટનથી વધુની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. જયારે 102 લાભાર્થી ખેડૂતોને 1.16 કરોડની ચૂકવણી પણ કરી દેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. કુલ 150 ખરીદ કેન્દ્રો ઉપરથી ખરીદી કરવામાં આવી રહી છે.

- Advertisement -

ભારત સરકાર દ્વારા ખરીફ 2021 માં મગફળીના ટેકાના ભાવ રૂ.5550 પ્રતિ કિવ.,મગના ટેકાના ભાવ રૂ.7275 પ્રતિ કિવ.,અડદના ટેકાના ભાવ રૂ.6300 પ્રતિ કિવ., સોયાબીનના ટેકાના ભાવ રૂ.3950 પ્રતિ કિવ. જાહેર કરેલ છે. ભારત સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે કુલ9,98,275 મે.ટન, મગની ટેકાના ભાવે ખરીદી માટે કુલ 15,955 મે.ટન, અડદની ટેકાના ભાવે ખરીદી માટે કુલ 26,000મે.ટનઅને સોયાબિનની ટેકાના ભાવે ખરીદી માટે કુલ78,860 મે.ટન જથ્થાની મંજૂરી આપેલ છે.

રાજ્યમાં વર્ષ 2021-22 માં ખરીફ અને રવિ ઋતુમાં કઠોળ અને તેલિબિયાં પાકોની ઙજજ હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ., ગાંધીનગરની નિમણૂંક કરેલ છે.

- Advertisement -

રાજ્ય નોડલ એજન્સી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ., ગાંધીનગર દ્વારા ગત વર્ષ કરતાં આ વર્ષે 11 દિવસ જેટલા વધુ સમય માટે નોંધણી કરી આ વર્ષે તા.01.10.21 થી તા.31.10.21 સુધી ખેડૂત નોંધણી કરવામાં આવેલ છે. જે મુજબ રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે વેચાણ માટે કુલ 2,65,558 ખેડૂતોએ, મગની ટેકાના ભાવે વેચાણ માટે કુલ 182 ખેડૂતોએ, અડદની ટેકાના ભાવે વેચાણ માટે કુલ 382 ખેડૂતોએ અને સોયાબીનની ટેકાના ભાવે વેચાણ માટે કુલ 321 ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવેલ છે. ખરીફ 2021 અંતર્ગત મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમે તા.09.11.2021 થી શરૂ કરવામાં આવેલ છે. જે આગામી 90 દિવસ સુધી કરવામાં આવશે.
તા.09.11.2021 ના લાભપાંચમના દિવસે જામનગર જિલ્લાના ધ્રોલ, જોડીયા, હાપા અને કાલાવાડ ખાતેના માર્કેટીંગ યાર્ડના ખરીદ કેન્દ્રો ખાતેથી મારી ઉપસ્થિતીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવેલ છે. રાજ્યમાં મગફળીની કુલ 150 ખરીદ કેન્દ્રો પરથી ખરીદીકરવાનું આયોજન છે. મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં નોંધણી થયેલ કુલ 2,65,558 ખેડૂતો પૈકી તા.15.11.2021 સુધીમાં 39,374 ખેડૂતોને વેચાણ માટે જખજ થી જાણ કરવામાં આવેલ છે. તા.15.11.2021 સુધીમાં મગફળીની ટેકાના ભાવે કુલ 6916.23 મે.ટન ખરીદી કરવામાં આવેલ છે જેનું મૂલ્ય કુલ રૂ.38.39કરોડ છે. જેનો લાભ રાજ્યના કુલ 3602 ખેડૂતોએ લીધેલ છે. મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કુલ 102 લાભાર્થી ખેડૂતોને કુલ રૂ.1.165 કરોડની ચૂકવણી કરવામાં આવેલ છે.

હાલ સારી મગફળીના બજાર ભાવો ટેકાના ભાવ કરતાં ઘણા ઉંચા રહેલ છે. જામનગર એ.પી.એમ.સી. ખાતે ખેડૂતોને મણ મગફળીના રૂ. 1600 (રૂ.8000 પ્રતિકવિ.) સુધીના ભાવ મળી રહેલ છે. તા.15.11.2021 સુધીમાંમગની ટેકાના ભાવે ખરીદીમાં નોંધણી થયેલ કુલ 182 ખેડૂતો પૈકી વેચાણ માટે 24 ખેડૂતોને,અડદની ટેકાના ભાવે ખરીદીમાં નોંધણી થયેલ કુલ 382 ખેડૂતો પૈકી વેચાણ માટે 30 ખેડૂતોનેઅને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીમાં નોંધણી થયેલ કુલ 321 ખેડૂતો પૈકી વેચાણ માટે 109 ખેડૂતોને જખજ થી જાણ કરવામાં આવેલ છે.

- Advertisement -

તા.15.11.2021 સુધીમાં મગની ટેકાના ભાવે કુલ 0.5 મે.ટન ખરીદી કરવામાં આવેલ છે જેનું મૂલ્ય કુલ રૂ.0.36લાખ છે. જેનો લાભ રાજ્યના કુલ 1 ખેડૂતોએ લીધેલ છે. તા.15.11.2021 સુધીમાં અડદની ટેકાના ભાવે કુલ 1.3 મે.ટન ખરીદી કરવામાં આવેલ છે જેનું મૂલ્ય કુલ રૂ.0.82 લાખછે. જેનો લાભ રાજ્યના કુલ 2 ખેડૂતોએ લીધેલ છે. ચાલુ વર્ષ મગફળીની ખરીદી ભારત સરકારની ગાઇડલાઇન મુજબ પ્રતિ દિન પ્રતિ ખેડૂત 2500 કીલો મુજબ તથા રાજયની ઉત્પાદકતા 2087 કીલો પ્રતિ હેકટરના પ્રમાણમાં ટેકાના ભાવે ખેડૂતના વાવેતર વિસ્તારને ધ્યાને લઇ ખેડૂત પાસેથી પ્રથમ રાઉન્ડમાં ખરીદવામાં આવશે. જો ભારત સરકારે મંજૂર કરેલ જથ્થાની મર્યાદામાં હોય તો, ખેડૂત પાસે વાવેતર વિસ્તારને આધારે 2500 કિ.ગ્રા.થી વધુ જથ્થો વેચાણ કરવા માટે બીજા રાઉન્ડમાં તક આપવામાં આવશે.
ભારત સરકાર પીએસએસ ગાઇડલાઇન મુજબ મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં પ્રતિ બારદાનમાં નિયત ઋઅચ ગુણવત્તાવાળી મગફળીની 35 કિ.ગ્રા. ની ભરતીને બદલે ચાલુ વર્ષે30 કિ.ગ્રા. ની ભરતી કરવામાં આવેલ છે.
ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ખરીદીમાં કોઇ પણ પ્રકારની ગેરરીતી ન બનવા પામે તે માટે પુરવઠા વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત તકેદારી રાખવામાં આવી રહેલ છે. તેમ છતાં જો કોઇ સ્થળે ગેરરીતીનો પ્રયાસ કરવામાં આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular