Friday, March 29, 2024
Homeરાજ્યહાલારદેવભૂમી દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલની ટીમો દ્વારા ચેકિંગ

દેવભૂમી દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલની ટીમો દ્વારા ચેકિંગ

હાલારમાં સતત ચોથા દિવસે પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ : 37 ટીમો દ્વારા ખંભાળિયા-ભાણવડ-સલાયામાં બંદોબસ્ત સાથે કામગીરી :જામનગર શહેર જિલ્લામાં ત્રણ દિવસ સુધી ચેકિંગ કાર્યવાહી : ત્રણ દિવસમાં 74 લાખના બીલો ફટકાર્યા

- Advertisement -

હાલારમાં આજે પીજીવીસીએલની ટીમો દ્વારા સતત ચોથા દિવસે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે દ્વારકા જિલ્લાના ખંભાળિયા ભાણવડ અને સલાયામાં 37 ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરાતા વીજ ચોરમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ પૂર્વે ત્રણ દિવસ સુધી જામનગર શહેર અને જિલ્લામાં વીજ ચેકિંગ દરમ્યાન કુલ 74 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં.
હાલારમાં દિવાળીના તહેવાર પૂર્વે પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ ચોરી ઝડપી લેવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં આજે સતત ચોથા દિવસે પીજીવીસીએલની 37 ટીમો દ્વારા દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાળિયા ભાણવડ તાલુકો અને સલાયા ગામમાં 22 લોકલ પોલીસ, 18 એસઆરપી અને ત્રણ વિડીયો ગ્રાફરોના બંદોબસ્ત વચ્ચે વિજ ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર ગ્રામ્ય અને સિકકા તથા જીઆઇડીસી સબડિવિઝનના વિસ્તારોમાં પીજીવીસીએલની 38 ટીમો દ્વારા 19 લોકલ પોલીસ 17 એસઆરપી સાથેના બંદોબસ્ત વચ્ચે ત્રીજા દિવસે ચેકિંગ કામગીરી દરમ્યાન કુલ 603 વિજ જોડાણો તપાસતા તે પૈકીના 98 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.21.80 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં અને આ ચેકિંગ કામગીરી દરમ્યાન દિગ્વિજય પ્લોટ 52 વિસ્તારમાં આવેલાં જીવણલાલ શામજીભાઇ ભાનુશાળીના મકાનમાં ચેકિંગ સમયે પોરબંદર પીજીવીસીએલના કર્મચારી વિજય દેવાયતભાઇ મોરી અને તેમના સ્ટાફ સાથે સુમિત નંદા સહિત ચાર શખ્સોએ ફરજમાં રૂકાવટ કરી અપશબ્દ બોલી ઠિકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં વિજયભાઇના નિવેદનના આધારે પીએસઆઇ આર.કે.ગુસાઇ તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ બુધવારે પીજીવીસીએલની ટીમો દ્વારા 603 જોડાણોમાં ચેકિંગ દરમ્યાન 98 જોડાણોમાં ગેરરીતી મળી આવતાં કુલ રૂા.21.80 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં અને સોમવારે અને મંગળવારે બે દિવસ દરમ્યાન 52.20 લાખના બીલો મળી ત્રણ દિવસમાં કુલ 74 લાખના બીલો ફટકાર્યા હતાં.

ઉપરાંત સોમવારે પીજીવીસીએલની 43 ટીમો દ્વારા 16 એસઆરપી અને 24 પોલીસકર્મી તથા 3 વિડિયોગ્રાફરો સાથેના બંદોબસ્ત વચ્ચે શહેરના ખંભાળિયા ગેઇટ અને નગરસીમ સબ ડિવિઝનના સાધનાકોલોની, જેલરોડ અને ગોકુલનગર સહિતના વિસ્તારોમાં ચેકીંગ કામગીરી દરમિયાન કુલ 656 વીજજોડાણો તપાસવામાં આવ્યા હતા તે પૈકીના 124 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.28.50 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતા અને મંગળવારે 37 ટીમો દ્વારા પટેલ કોલોની, દરબારગઢ અને સાતરસ્તા સબ ડિવિઝનના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગ દરમિયાન કુલ 520 જોડાણો તપાસવામાં આવ્યા હતા. તે પૈકીના 104 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.23.70 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં.પીજીવીસીએલ ટીમો દ્વારા બે દિવસ દરમિયાન કુલ 228 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.52.20 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular