જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય આવેલ છે. વાર્ષિક કર્તવ્યમાંનુ એક કર્તવ્ય ચૈત્ય પરિપાટી હોય છે. જે પટેલ કોલોની સંઘમાં ચાતુર્માસ પધારેલા પ.પૂ. હેમપ્રભૂસુરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. ગણિવર્ય હેમતિલકવિજયજી મ.સા. તથા પ.પૂ. મુનિરાજ હેમવર્ધનવિજયજી મ.સા.ની પ્રેરણાથી આગમોદ્વારક આનંદસાગરસુરીશ્વરજી મ.સા. સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ નરદેવસાગરસુરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તીની પ.પૂ. પુનિતજ્ઞાશ્રીજી મ.સા. તથા પ.પૂ. મૃદુપ્રજ્ઞાશ્રીજી મ.સા. આદિ ઠાણા-2ની નિશ્રામાં ગઇકાલે તા. 29ના રોજ સવારે 6:45 કલાકે પટેલ કોલોની જિનાલયથી શરણાઇ બેન્ડ સાથે સંઘના ભાઇઓ-બહેનો, બાળકો-બાલિકાઓ પેલેસ જિનાલયે પહોંચી દર્શન-ચૈત્યવંદન કરી પરત શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય સંચાલિત પટેલ કોલોની-7માં આવેલ આરાધના ભવન આયંબિલ ભુવન ખાતે નવકારશીનું આયોજન કરાયું હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.