દેશભરમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન એના બીજા તબક્કામાં પૂરજોરમાં ગતિમાન બન્યુ છે, પરંતુ દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણે ઉથલો મારતાં સ્થિતિ ગંભીર બની રહી છે અને કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ દેશમાં દૈનિક સ્તરે સામે આવી રહેલા નવા કેસોમાં સતત વધારો થયો છે જે પૈકી વિતેલા 24 કલાકમાં દેશભરમાંથી 18,327 નવા કેસ સામે આવ્યા હતા અને 108 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. જે પૈકી મોટાભાગના કેસો મહારાષ્ટ્ર અને કેરળના જીલ્લાઓમાંથી સામે આવી રહ્યા છે.

લાંબા સમયગાળા સુધી ભારતે વૈશ્વિક કોરોના મહામારી સામે લડાઇ લડી અને કોરોના વેક્સીનના વિકાસ બાદ તુરંત જ દેશવ્યાપી રસીકરણ અભિયાન છેડ્યું હતું, જે દરમિયાન રસીકરણ અભિયાનના 49 દિવસે કુલ 1.90 કરોડથી વધુ દેશવાસીઓને વેક્સીન ડોઝ અપાઇ ચૂક્યો છે.
દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના નવા કેસોને લીધે દેશમાં કોરોનાનો ભય ફરી પ્રસરતો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે કડક પ્રતિબંધોને લાગૂ કરી દીધી હતા. એમ છતાં પરિસ્થિતિ કાબૂમાં નથી આવી રહી. મહારાષ્ટ્રના મોટાભાગના મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગૂ કરી દેવામાં આવ્યું હતું.