Monday, July 4, 2022
HomeબિઝનેસStock Market Newsવૈશ્વિક મોરચે ફુગાવા - મોંઘવારીના જોખમ અને જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે ભારતીય શેરબજારમાં...

વૈશ્વિક મોરચે ફુગાવા – મોંઘવારીના જોખમ અને જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતી સૂર…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૫.૨૦૨૨ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૦૫૨.૬૧ સામે ૫૪૨૫૪.૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૩૬૮૩.૧૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૯૬.૪૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૩.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૩૭૪૯.૨૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૧૦૪.૭૦ સામે ૧૬૧૬૮.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૯૮૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૯.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૬.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૦૧૮.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે ડેરિવેટીવ્ઝમાં મે વલણના ગુરૂવારે અંત પૂર્વે બજારમાં આજે બે-તરફી અફડાતફડીના અંતે શેરોમાં નરમાઈ જોવાઈ હતી. ફુગાવાને અંકુશમાં લેવાના પગલાંના ભાગરૂપ પેટ્રોલ, ડિઝલના ભાવમાં તીવ્ર ઘટાડા સાથે સ્ટીલની નિકાસો પર ડયુટી લાદીને સ્ટીલના ભાવ અંકુશિત કરવાના પગલાં બાદ હવે સુગરની નિકાસ અંકુશિત કરવાના સરકારના નિર્ણય વચ્ચે નિકાસોને ફટકો પડવાના નેગેટીવ પરિબળ સામે સ્થાનિક ઉદ્યોગો, સામાન્ય જનતાને રાહત પહોંચાડવાની નીતિની મિશ્ર અસર વચ્ચે આજે અફડાતફડીના અંતે ફંડો, રોકાણકારોમાં સાવચેતી યથાવત રહી હતી.

- Advertisement -

છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય શેરબજારમાં શેરોમાં ઉછાળે સતત વેચવાલી જોવા મળી રહી છે. ફોરેન ફંડોની સતત વેચવાલીએ આજે બીએસઇ સેન્સેક્સ ૩૦૩ પોઈન્ટ ઘટીને અને નિફટી ફ્યુચર ૮૬ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. આઇટી, રિયલ્ટી શેરોમાં આજે ફંડોએ મોટાપાયે હેમરીંગ કરતાં અને સીડીજીએસ અને કેપિટલ ગુડ્સ શેરોમાં સતત વેચવાલી સાથે ઈન્ડસ્ટ્રીયલ, ટેક શેરોમાં ઓફલોડિંગ સાથે બેઝિક મટિરિયલ્સ શેરોમાં વેચવાલીએ બે-તરફી અફડાતફડીના અંતે ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૩.૮૪ લાખ કરોડ ઘટીને રૂ.૨૪૮.૨૭ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૯૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફાઇનાન્સ અને બેન્કેક્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૧૧ અને વધનારની સંખ્યા ૭૧૭ રહી હતી, ૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, મહામારી અને મોંઘવારી બાદ હવે વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ પર મંદીના વાદળો ઘેરાઇ રહ્યા છે અને કોઇ વિકસીત દેશનું અર્થતંત્ર મંદીના ચક્રવ્યૂહમાં ફસાઇ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ફુગાવો બહુ જ વધી ગયો છે અને આ વખતે એટલો વ્યાપક અને બહોળા પ્રમાણમાં વધ્યો છે કે માત્ર વ્યાજદર વધારીને તેને અંકુશમાં લેવો મુશ્કેલ દેખાય છે. ઊંચો ફુગાવો અને વ્યાજદરમાં વધારો સાથે મળીને મોટાભાગની વિકસિત અર્થવ્યવસ્થાઓના વિકાસદરને પ્રભાવિત કરી શકે છે અને જો કેટલીક અર્થવ્યવસ્થાઓ મંદીના ચક્રવ્યૂહમાં ધકેલાઇ શકે છે.

આગામી એક કે તેથી વધારે વર્ષ સુધી અસ્થિરતા યથાવત રહેવાની સંભાવના છે. ઘણા બધા સ્થાનિક અને વૈશ્વિક પરિબળો આર્થિક અસ્થિરતાને પ્રેરિત કરે છે અને તે પૈકીના ઘણા પરિબળો નજીકના ભવિષ્યમાં યથાવત રહેશે. શેરબજારમાં વેલ્યૂએશન એકંદરે ઘટી રહ્યું છે અને હજી વધુ કરેક્શનની શક્યતા છે. આગામી મહિનામાં મોંઘવારી કેટલી વધશે તે કોઇ જાણતુ નથી. જો મંદીનું જોખમ કે ફુગાવો વધુ વધે તો શેરના ભાવમાં અસ્થિરતા વધી શકે છે. ગત વર્ષે ઐતિહાસિક તેજી બાદ હાલ ભારતીય શેરબજારમાં સાવધાની અને સાવચેતીનો સૂર જોવા મળી રહ્યો છે.

તા.૨૬.૦૫.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૫.૦૫.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૦૧૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૧૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૬૧૬૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૯૩૩ પોઈન્ટ થી ૧૫૮૮૮ પોઈન્ટ, ૧૫૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૧૬૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૫.૦૫.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૩૦૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૦૦૭ પોઈન્ટના પ્રથમ અને ૩૩૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૪૭૪ પોઈન્ટ થી ૩૪૬૦૬ પોઈન્ટ, ૩૪૭૩૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૩૪૭૩૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૬૧૧ ) :- રિફાઇનરીઝ & માર્કેટિંગ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૫૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૫૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૬૩૭ થી રૂ.૨૬૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૬૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૩૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૯૭૪ ) :- રૂ.૯૬૦ નો પ્રથમ તેમજ રૂ.૯૪૪ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૦ થી રૂ.૧૦૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૪૪૭ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૬૩ થી રૂ.૪૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જિન્દાલ સ્ટીલ ( ૩૭૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૬૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આર્યન & સ્ટીલ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૮૬ થી રૂ.૩૯૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એશિયન પેઈન્ટ ( ૨૮૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેઈન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૮૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૮૦૮ થી રૂ.૨૭૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૯૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એચડીએફસી લિમિટેડ ( ૨૨૩૮ ) :- રૂ.૨૨૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૨૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૨૦૮ થી રૂ.૨૧૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૨૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૪૧૯ ) :- ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૭૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૬૦ થી રૂ.૯૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૮૯૩ ) :- રૂ.૯૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૨૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૮૮૦ થી રૂ.૮૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular