જામનગરમાં રૂા.15 લાખના સાડા ત્રણ કરોડની પઠાણી ઉઘરાણી કરી ધાક-ધમકી અપાતી હોવાની ફરિયાદના કેસમાં પોલીસે ગુજસીટોક કેસના આરોપી બંધુઓ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, વર્ષ 2015 માં કોન્ટ્રાકટ અને વેપારી વ્યવસાય સાથે સંકળાયેલા એક આસામીને રૂપિયાની જરૂર પડતા અશોક ચંદારાણા મારફતે ગુજસીટોકના આરોપીઓ યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજા પાસેથી સાત ટકા વ્યાજે લીધો હતાં. જે રૂપિયાની ઉઘરાણી બાબતે આસામીની વિભાપર ગામે આવેલી રૂા.3 કરોડની છ વીઘા જેટલી જમીન હડપવાનો પ્રયાસ કર્યો હતો. જે જમીન પણ અન્ય વ્યક્તિના નામે થઈ ગઈ હતી ત્યારબાદ આ અંગે સમાધાન થઈ ગયું હતું. આરોપી બંધુઓ યશપાલસિંહ અને જપાલસિંહ ગુજસીટોકના કેસમાં જેલમાં હોય અને તેઓ છૂટયા બાદ ફરી રૂા.15 લાખના 3.50 કરોડની પઠાણી ઉઘરાણી કરતા હતાં અને આ અંગે ધાકધમકી આપતા હતાં. જેથી બંને સામે સિટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાઇ હતી.
આ ફરિયાદના આધારે જામનગર એલસીબી-એસઓજી તથા સિટી બી અને પંચકોશી બી પોલીસ દ્વારા લાલપુર બાયપાસ પાસેથી આરોપીબંધુઓ યશપાલસિંહ અને જશપાલસિંહને ઝડપી લીધા હતાં. બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરાયા હાં.