જામનગર શહેરના રણજીતસાગર રોડ પરના વિસ્તારમાં રહેતાં અને શંકરટેકરી ઉદ્યોગનગરમાં કારખાનું ધરાવતા યુવાનના કારખાનામાંથી ત્રણ દિવસ દરમિયાન અજાણ્યો તસ્કર રૂા.73,500 ની કિંમતનો ઇલેકટ્રીક સામાન ચોરી કરી ગયો હતો.
બનાવની વિગત મુજબ, જામનગરના રણજીતસાગર રોડ પર ગ્રીનસીટીમાં આવેલા ઈવા પાર્ક બ્લોક નં. એ-708 માં રહેતાં હિતેશ મહેશભાઈ બોરીચા નામના યુવાનના શંકરટેકરી જીઆઈડીસી પાણાખાણના નાકા પાસે આવેલા શ્રી મોમાઈ બ્રાસ નામના કારખાનામાંથી ગત તા.20 થી તા.23 નવેમ્બર સુધીના ત્રણ દિવસ દરમિયાન અજાણ્યા તસ્કરો રૂા.73,500 ની કિંમતનું 150 કિલો પીતળનો ઈલેકટ્રીક સામાન ચોરી કરી ગયા હતાં. આ ચોરી અંગેની જાણના આધારે હેકો એફ એમ ચાવડા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.