Friday, March 21, 2025
Homeરાજ્યહાલારભાણવડ નગરપાલિકામાં 24 બેઠકો પૈકી 21માં ભાજપનો કબજો

ભાણવડ નગરપાલિકામાં 24 બેઠકો પૈકી 21માં ભાજપનો કબજો

8 બેઠકો બિનહરિફ થયા બાદ 13 ઉમેદવારો વિજેતા : કોંગ્રેસને માત્ર 3 બેઠકો

ભાણવડ નગરપાલિકામાં 24 બેઠકો પૈકી 21 બેઠકો ભાજપે કબજે કરી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળીછ ે. ઉલ્લેખનિય છે કે, ભાજપે અહીં 8 બેઠકો ઉપર બિનહરીફ વિજય મેળવ્યો હતો.

- Advertisement -

રવિવારે દ્વારકા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયા બાદ આજે મત ગણતરી હાથ ધરાઇ છે. દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની કુલ 24 બેઠકો માટે ચૂંટણી જાહેર થઇ હતી. જે પૈકી 8 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતાં. જ્યારે બાકીની બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. જેની આજે મત ગણતરી યોજાઇ હતી. જેમાં 13 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતાં. આમ 8 બિનહરીફ તથા 13 વિજેતા ઉમેદવારો સહિત કુલ 21 બેઠકો ઉપર ભાજપે કબજો કર્યો હતો. જ્યારે કોંગ્રેસ માત્ર 3 બેઠકો જીતી શકયું હતું.

ભાણવડ નગરપાલિકામાં વોર્ડ નં. 1માં ભાજપના મીનાબેન નકુમ, નરેન્દ્રસિંહ ભારાણી, રચનાબેન ટપુભાઇ તથા કોંગ્રેસના જયદીપ નકુમ વિજેતા થયા હતાં. વોર્ડ નં. 3માં ભાજપના નિશાબેન રાજાણી, જિજ્ઞાબેન જોશી તથા નયનભાઇ રાઠોડ અને કોંગ્રેસના અખિલ વાઘેલા વિજેતા થયા હતાં. વોર્ડ નં. 4માં ભાજપના કાજલબેન વસરા, પ્રવિણભાઇ વિસાવડીયા, સુભાષભાઇ રાડીયા અને મુકતાબેન કદાવલાનો વિજય થયો હતો. વોર્ડ નં. 5માં ભાજપાના આનંદબા જાડેજા, ઉંમર સુલેમાન સમા, ફિરોઝ બ્લોચ તથા કોંગ્રેસના અસમાબેન સાહમદારનો વિજય થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular