Thursday, July 10, 2025
Homeસમાચારરાષ્ટ્રીયવિશ્વના સૌથી મોટા ડિજિટલ કેમેરાએ લીધો બ્રહ્માંડનો પહેલો ફોટો

વિશ્વના સૌથી મોટા ડિજિટલ કેમેરાએ લીધો બ્રહ્માંડનો પહેલો ફોટો

23 જૂનના રોજ વિશ્વના સૌથી મોટા ડિજિટલ કેમેરાએ બ્રહ્માંડના પ્રથમ ચિત્રો પ્રકાશિત કર્યા હતાં. આ કેમેરા વેરા સી. રૂબિન ઓબ્ઝર્વેટરીમાં સ્થાપિત છે જે ચિલીના એક પર્વત પર સ્થિત છે. આ વેઘશાળા યુએસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી પાસેથી ભંડોળ લઇને બનાવવામાં આવી છે. જે આગામી 10 વર્ષ સુધી દક્ષિણ આકાશનો અભ્યાસ કરશે. આ પહેલી ફોટોમાં ટ્રાઈફિડ અને નેબુલાની સાથે-સાથે વર્ગો કલ્સ્ટરની આકાશગંગાએ દેખાડવામાં આવી છે.

- Advertisement -

વેરા સી. રૂબિન ઓન્ઝર્વેટરી ચિલીના સેરો પેચોન પર્વત પર બનેલી છે જે સમુદ્ર સપાટીથી 2,682 મીટર ઉપર છે. વેઘશાળાનો મુખ્ય ભાગ તેનો લેગસી સર્વે ઓફ સ્પેસ એન્ડ ટાઈમ કેમેરા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો ડિજીટલ કેમેરા છે. જેની કિંમત લગભગ 4000 કરોડ રૂપિયા છે. જેને બનાવવામાં 20 વર્ષ લાગ્યા છે.

આ વેઘશાળાનું નામ વેરા રૂબિન પરથી રાખવામાં આવ્યું છે. જેમણે 1970ના દાયકામાં શ્યામ દ્રવ્યના પ્રથમ પુરાવા પુરા પાડયા હતાં. ડાર્ક મેટર એક રહસ્યમય પદાર્થ છે. જે બ્રહ્માંડનો લગભગ 27% ભાગ બનાવે છે. પરંતુ, તે દેખાય તેમ નથી.વૈજ્ઞાનિકોને આશા છે કે, આ કેમેરા ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી જે બ્રહ્માંડનો 68% ભાગ બનાવે છે જેના રહસ્યોને ઉકેલવામાં મદદ કરશે. એલએસએસટી કેમેરાની મુખ્ય વિશેષતાઓ એ છે કે, તે ખૂબ જ શકિતશાળી છે તે ચંદ્ર પર ગોલ્ફ બોલ પણ જોઇ શકે છે. જેનું રિઝોલ્યુશન 3200 મેગાપિકસલ છે જે સામાન્ય સ્માર્ટફોન કેમેરા કરતા હજારો ગણો સારો છે. તે દરેક ફોટામાં 15 મેગાબાઇટ ડેટા કેપ્ચર કરે છે.

- Advertisement -

આ કેમેરાની બીજી કેટલીક વિશેષતાને વાત કરીએ તો, તે 5.1 ફુટનો પ્રાથમિક અને 3.4 ફુટનો ગૌણ મીટર ધરાવે છે તેમાં સીસીડી સેન્ટર છે. નાસા જણાવે છે કે, તે સાત રંગોમાં ચિત્રો લઇ શકે છે તે 9.6 ચોરસ ડિગ્રી આકાશને આવરી લે છે. આ ફોટોમાં ટ્રાઈફિડ નેબ્યુલા દર્શાવાયું છે તે 8000 પ્રકાશ વર્ષ દૂર છે અહીં લાલ, વાદળી, અને લીલા વાદળો બતાવાયા છે. જે તારાઓનું ઉગમ સ્થાન દર્શાવે છે જ્યારે લગુન નિહારિકા 4100 પ્રકાશવર્ષ દૂર છે તે 110 પ્રકાશવર્ષ પહોળું છે. વેરા સી. રૂબિન વેઘશાળાનો મુખ્ય ધ્યેય બ્રહ્માંડના લાખો એસ્ટરોઇડ, ધુમકેતુ અને કુઈપર બેલ્ટના પદાર્થો શોધી કાઢશે તે પૃથ્વી માટે ખતરો ઉભો કરી શકે તેવા એસ્ટરોઇડ્સ પર નજર રાખશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular